GANDHINAGAR : તાઉતે વાવાઝોડાના વળતર અંગે સરકાર અને વિપક્ષ આમને-સામને, સરકારે રિ-સર્વેની સ્પષ્ટ ના પાડી દીધી

|

Aug 11, 2021 | 2:34 PM

રાજ્ય સરકારે તાઉ તે વાવાઝોડામાં ઓછી સહાય આપી છે એ આરોપોનો જવાબ આપતા રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે તાઉ તે વાવાઝોડામાં સરકારે પહેલા ક્યારેય ન આપી હોય એટલી સહાય આપી છે.

GANDHINAGAR : રાજ્યમાં તાઉતે વાવાઝોડા વિનાશ વેર્યો હતો, જેની સામે સરકારે પેકેજ જાહેર કર્યું હતું અને વળતર પણ આપ્યું હતું. આમ છતાં વિપક્ષની માંગ છે કે ફરી વાર સર્વે કરવામાં આવે અને જે અસરગ્રસ્તોને વળતર આપવામાં આવે. તાઉતે વાવાઝોડાના વળતર અંગે સરકાર અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે, વિપક્ષના નેતાઓ રિ-સર્વેની માગ કરી રહ્યાં છે , તો સામે સરકારે રિ-સર્વેની સ્પષ્ટ ના પાડી દીધી છે.

રાજ્ય સરકારે તાઉ તે વાવાઝોડામાં ઓછી સહાય આપી છે એ આરોપોનો જવાબ આપતા રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે તાઉ તે વાવાઝોડામાં સરકારે પહેલા ક્યારેય ન આપી હોય એટલી સહાય આપી છે. પહેલા જયારે વાવાઝોડાથી વીજ જપ્રવાહ ખોરવાતો ત્યારે એક મહિનાઓ સુધી શરૂ થતો નહતો, પરંતુ આપણે દસ જ દિવસમાં વીજપ્રવાહ શરૂ કરી દીધો હતો.

આ જ મુદે Tv9 ગુજરાતી પર ભાજપ પ્રવક્તા ભરત ડાંગર અને રાજુલાના કોંગ્રેસ ધારસભ્ય અમરીશ ડેર ફોનલાઈન પર એક સાથે જોડાયા હતા. ભરત ડાંગરે કહ્યું કે વાવાઝોડાના વળતર માટે હજી પણ બજેટ પડ્યું છે, જો કોઈ નુકસાનના પુરાવા આપે તો સરકાર આજે પણ વળતર આપવા તૈયાર છે, તો બીજી બાજુ ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું કે રાજુલા સહીતના વિસ્તારના ઘણા અસરગ્રસ્તો રાજ્યના અધિકારીઓ પાસે ગયા છે.

આ પણ વાંચો : SURAT : બાયોડીઝલના ગોડાઉન પર સ્ટેટ મોનીટરીંગ સેલની સૌથી મોટી રેડ, 11 ટેન્કરો સાથે 1.5 લાખ લીટર બાયોડીઝલ જપ્ત

આ પણ વાંચો : Gandhinagar : રાજ્ય સરકારની કેબીનેટ બેઠક પૂર્ણ, ભુપેન્દ્રસિંહે કહ્યું 9 દિવસનો કાર્યકમ વિક્રમજનક રહ્યો

Next Video