ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને દિવાળી પૂર્વે અપાશે સિંચાઇ માટે પાણી

| Edited By: | Updated on: Oct 27, 2021 | 7:47 PM

ગુજરાત સરકારના આ નિર્ણયના પગલે સિંચાઇની સુવિધા ધરાવતા વિસ્તારમાં ખેડૂતોના શિયાળુ પાક માટે સગવડ ઊભી થશે. તેમજ હાલ રાજયમાં વીજળીની અછતનો પ્રશ્ન અમુક અંશે હલ થશે.

ગુજરાતમાં(Gujarat)ખેડૂતોને(Farmers)શનિવારથી સિંચાઈ(Irrigation)માટે પાણી આપવા આવશે. કેબિનેટ બેઠક બાદ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (jitu Vaghani)કહ્યું કે ખેડૂતોને સિંચાઈનું પાણી દર વખતે દિવાળી બાદ છોડવામાં આવે છે.પણ આ વખતે દિવાળી પહેલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે.ત્યારબાદ ખેડૂતોને સિંચાઇનું પાણી તેમને જરૂર હશે ત્યારે છોડવામાં આવશે.

રાજય સરકારના આ નિર્ણયના પગલે સિંચાઇની સુવિધા ધરાવતા વિસ્તારમાં ખેડૂતોના શિયાળુ પાક માટે સગવડ ઊભી થશે. તેમજ હાલ રાજયમાં વીજળીની અછતનો પ્રશ્ન અમુક અંશે હલ થશે. રાજયના હાલ અનેક ગ્રામીણ વિસ્તારોના પાણીની અછતના પગલે ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વીજ કાપથી ખેડૂત પરેશાન છે, જેમાં કૂવામાં પાણી હોવા છતાં વીજળીના અભાવે પાક સુધી પાણી પહોંચાડી શકાતું નથી. આ ઉપરાંત રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને કોંગ્રેસના ધારાસભ્યોએ અલગ અલગ રીતે વાચા પણ આપી છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આ મુદ્દે રેલી નિકાળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

તેમજ વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ પણ આ મુદ્દે ઉર્જામંત્રી કનુ દેસાઇને રજૂઆત કરી હતી. તેમજ જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી નહિ મળે તો તેમના પાકને નુકશાન થવાની ભીતિ પણ દર્શાવી હતી. તેમણે વીજ કંપનીઓ સમયસર વીજળી આપવા આદેશ કરવા પણ રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, સમય બગાડવા બદલ રાજનેતાને ફટકાર્યો આટલો દંડ

આ પણ વાંચો : જામનગરઃ દિવાળીના તહેવાર પહેલા શહેરના રસ્તાઓ સુધારવા કરોડો ખર્ચાયા

Published on: Oct 27, 2021 07:34 PM