GANDHINAGAR : માછીમારો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હવે ડીઝલ સબસીડી સીધી ખાતામાં જમા થશે

|

Sep 07, 2021 | 3:57 PM

Diesel Subsidy : અગાઉ સબસીડીની ચુકવણી માટે આ બિલો મેન્યુઅલી રજૂ કરવા પડતા હતા અને ત્યારબાદ બધી પ્રક્રિયા થતી હતી, જેમાં સમય વધુ બગડતો હતો અને પૈસા મોડા મળતા હતા.

GANDHINAGAR : રાજ્યમાં માછીમારોને મળતી ડીઝલ સબસીડી અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. એક કે તેથી વધુ 20 મીટર થી ઓછી લંબાઇની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના તમામ માછીમારોને એન્જીનના હોર્સ પાવર વાઇઝ અને સરકાર દ્વારા માન્ય ડિઝલ પંપો પાસેથી માછીમારીના હેતુ માટે ખરીદેલ વાર્ષિક ડિઝલના ક્વોટા ઉપર 100 ટકા વેટ રાહત આપવામાં આવે છે,જેને ડીઝલ સબસીડી પણ કહેવામાં આવે છે.

મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માછીમારોને અપાતી ડીઝલ સબસિડી હવે ઓનલાઇન મળશે. હવે સબસિડી ની રકમ માછીમારોના ખાતામાં સીધી જમા થશે. અગાઉ સબસીડીની ચુકવણી માટે આ બિલો મેન્યુઅલી રજૂ કરવા પડતા હતા અને ત્યારબાદ બધી પ્રક્રિયા થતી હતી, જેમાં સમય વધુ બગડતો હતો અને પૈસા મોડા મળતા હતા. પણ હવે રાજ્યના માછીમારોને સબસીડી માટે રાહ નહીં જોવી પડે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના 10 હજાર માછીમાર પરિવારોને સીધો કાયમી ફાયદો થશે.

આ પણ વાંચો : કોંગ્રેસ MLA કિરીટ પટેલે શિક્ષણપ્રધાનને લખ્યો પત્ર, શિક્ષકોના કામના કલાકો વધારવા મુદ્દે આંદોલનની ચીમકી આપી

આ પણ વાંચો : બરોડા ડેરી વિવાદમાં આખરે ઘી ના ઠામમાં ઘી ઢોળાયું, ચેરમેન દીનુમામા અને MLA કેતન ઈનામદાર વચ્ચે સમાધાન

Next Video