ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના 182 મતક્ષેત્રમાં જીતેલા ઉમેદવારોને મળેલા મત અંગેનો એક રિપોર્ટ ADR દ્વારા બનાવવામાં આવેલ છે. 2022 માં 65 ટકા મતદારોએ મતદાન કર્યું જ્યારે 2017 માં 69 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. જેમા 182 જીતેલા ઉમેદવારોને કુલ મતના 53.48 ટકા મત મળ્યા છે જ્યારે 2017 માં આ ટકાવારી 52.88 ટકા હતી. જ્યારે 182 માંથી 108 ઉમેદવારોને તેમના કુલ મતદાનના 50 ટકા થી વધુ મત મળ્યા. તેમજ જીતેલા 182 MLAમાંથી 40 MLA ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
તેમજ જીતેલા 182 MLA માં 152 કરોડપતિ MLA છે, તેમના માંથી 91(60 ટકા) તેમના મતક્ષેત્રમાં થયેલ મતદાનના 50 ટકા થી વધુ મત મળ્યા.તમામ જીતેલા MLA ને મળેલા મતની સંખ્યા જોઈએ તો તે કુલ મતદારોના 35 ટકા થાય છે. એટ્લે MLA ને મળેલા સરેરાશ મત કુલ નોંધાયેલા મતના 35 ટકા છે. 2017 માં આ ટકાવારી 36 ટકા હતી. જીતેલા કુલ 182 MLA પૈકી 44 MLA ને તેમના મતક્ષેત્રના 30 ટકા થી પણ ઓછા મત મળ્યા છે.
જ્યારે જીતેલા ધારાસભ્યોના જીતના માર્જિનની વાત કરીએ તો 2 MLA વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર અને વિમલભાઈ કે ચુડાસમા સોમનાથ 1000 થી ઓછી માર્જિનથી જીત્યા છે. જ્યારે 8 MLA નું જીતનું માર્જિન 60 ટકા થી વધુ છે. (હર્ષદભાઈ આર પટેલ (સાબરમતી), જીતેન્દ્રકુમાર આર પટેલ (નારણ પૂરા) યોગેશભાઈ નારણદાસ પટેલ (માંજલપુર) પુર્ણેશ મોદી (સુરત પશ્ચિમ), ફતેહસિંગ વખતસિંહ ચૌહાણ (કલોલ- પંચમહાલ), હર્ષ સંઘવી (મજુરા), ભુપેન્દ્રભાઈ પટેલ (ઘાટલોડીયા), અમિત શાહ (એલિસબ્રિજ)
જ્યારે 40 MLA માંથી 28 MLA સામે સ્વચ્છ છબી વાળા ઉમેદવાર સામે જીત્યા. 28 માંથી 4 MLA ને 35 ટકા વધુ માર્જિન મળ્યું છે. અમિત શાહ, એલીસ બ્રિજ MLA (1 ગુનો દાખલ થયેલ છે) ભીખુભાઈ હરગોવિંદ ભાઈ દવે (કોઈ ગુનો દાખલ થયેલ નથી) ની સામે 71 ટકા માર્જિનથી જીત્યા. કુલ 151 કરોડપતિ MLA માંથી 38 MLA ની સામેનો ઉમેદવાર કરોડપતિ ન હતા. અને તેમાંથી 4 MLA 50 ટકા થી વધુ માર્જિનથી જીત્યા છે. તેમાં પુર્ણેશ મોદી (સુરત પશ્ચિમ) 64 ટકા માર્જિન થી જીત્યા તેમની સામે સંજય આર શાહ જે 33 લાખ મિલકત ધરાવતા હતા.
182 MLA માંથી 15 મહિલા એમએલએ છે. તેમાંથી 3 મહિલા MLA 50 ટકા થી વધુ માર્જિનથી જીત્યા છે. મનીષા વકીલ (વડોદરા શહેર) ને 71 ટકા મત મળ્યા છે. એમની જીતનું માર્જિન 53 ટકા છે. ફરીથી ચૂંટાયેલા તમામ 74 MLA માંથી 46 MLA ને 50 ટકા થી વધુ મત મળ્યા છે. 15 ફરીથી ચૂંટાયેલા MLA 10 ટકા ઓછા માર્જિન થી મળેલા છે. જ્યારે 7 MLA એવા છે, 50 ટકા થી વધુ માર્જિન થી જીત્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 3, 18, 27,563 માંથી 5, 01,202 (1.57%) મત નોટાને ફાળે ગયા છે .