Gujarat માં કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નવા 19 કેસ નોંધાયા

|

Aug 20, 2021 | 12:01 AM

રાજ્યની 3  મહાનગર પાલિકા   અને 26 જિલ્લામાં એક પણ કેસ નથી નોંધાયો તો 24 કલાકમાં 22 દર્દીઓ સાજા થયા.જ્યારે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 8 લાખ 15 હજાર થઇ છે

ગુજરાત(Gujarat) માં કોરોનાનો કેર ઘટી રહ્યો છે. જેમાં પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના ( Corona)  નવા 19 કેસ નોંધાયા.જ્યારે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત છે.રાજ્યની 3  મહાનગર પાલિકા   અને 26 જિલ્લામાં એક પણ કેસ નથી નોંધાયો તો 24 કલાકમાં 22 દર્દીઓ સાજા થયા.જ્યારે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 8 લાખ 15 હજાર થઇ છે અને સાજા થવાનો દર 98.76 પર સ્થિર થયો છે.

જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 183 અને વેન્ટિલેટર પર 6 દર્દીઓ છે .મહાનગરોની વાત કરીએ તો સૌથી વધુ સુરતમાં 5 કેસ નોંધાયા.જ્યારે વડોદરામાં 4, તથા અમદાવાદ અને જૂનાગઢમાં બે-બે કેસ નોંધાયા છે.

ગુજરાતમાં થયેલા રસીકરણની જો વાત કરીએ તો પાછલા 24 કલાકમાં રાજ્યમાં 3.77 લાખ લોકોનું રસીકરણ કરાયું.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 52 હજાર 391 લોકોને રસી અપાઇ.તો સુરતમાં 47 હજાર 240 લોકોનું રસીકરણ કરાયું.આ તરફ વડોદરામાં 19 હજાર 474 લોકોને રસી અપાઇ.જ્યારે રાજકોટમાં 15 હજાર 771 લોકોનું રસીકરણ કરાયું.આમ રાજ્યમાં કુલ 4 કરોડ 19 લાખ 93 હજાર લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

રાજ્યમાં ત્રણ દિવસ બાદ બુધવારે કોરોનાના કેસમાં આંશિક ઉછાળો નોંધોયો હતો. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 23 કેસ નોંધાયા હતા. જયારે ગુરુવારે કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે , ગુજરાતમાં જુન માસમાં કોરોનાના કુલ કેસ ઘટીને 12 હજાર 793 થયા હતા. જ્યારે જુલાઇ માસમાં કેસની સંખ્યા ઘટીને 1 હજાર 270 થઇ હતી. તેમજ ચાલુ માસે ઓગષ્ટમાં અત્યાર સુધી કુલ કેસની સંખ્યા 353 પર પહોંચી છે.

આ પણ વાંચો : Ahmedabad માં રોગચાળો વકર્યો, મચ્છરના બ્રીડિંગ ધરાવતા 511 એકમને નોટિસ પાઠવી 6 લાખનો દંડ વસુલાયો

આ પણ વાંચો : T20 World Cup માં માત્ર એક જ ભારતીય ક્રિકેટર શતક લગાવવા સફળ રહ્યો છે, કોહલી અને રોહિત પણ ફ્લોપ 

Published On - 12:01 am, Fri, 20 August 21

Next Video