Gujarat માં કોરોનાના કેસ ઘટયા, 27 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહિ

|

Aug 17, 2021 | 11:36 PM

આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે 27 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ સામે નથી આવ્યો અને 4 મનપામાં એક પણ કેસ નથી નોંધાયો. જ્યારે મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 5 કેસ, સુરત અને વડોદરામાં 4-4 કેસ નવા આવ્યા છે.

ગુજરાતના કોરોનાની બીજી લહેર સમાપ્ત થવાના આરે છે. તેમજ હાલ રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. તેમજ હાલ રાજ્યમાં હવે માત્ર 179 એક્ટિવ કેસ છે.જ્યારે 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે 27 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ સામે નથી આવ્યો અને 4 મનપામાં એક પણ કેસ નથી નોંધાયો. જ્યારે મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 5 કેસ, સુરત અને વડોદરામાં 4-4 કેસ નવા આવ્યા છે.જ્યારે રાજકોટમાં કોરોનાનો 1 નવો કેસ સામે આવ્યો છે.

આ ઉપરાંત રાજ્યમાં રસીકરણની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5.92 લાખ લોકોનું રસીકરણ કરાયું છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 50 હજાર 925 લોકોને રસી અપાઇ. અમદાવાદમાં 35 હજાર 290 લોકોનું રસીકરણ કરાયું.આ તરફ વડોદરામાં 7 હજાર 907 લોકોને રસી અપાઇ.જ્યારે રાજકોટમાં 11 હજાર 130 લોકોનું રસીકરણ કરાયું.આમ રાજ્યમાં કુલ 4 કરોડ 12 લાખ 31 હજાર 618 લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

મંગળવારે નોંધાયેલા કેસની વિગતો : 

રાજ્યના 27 જિલ્લા અને 4 મનપામાં શૂન્ય કેસ
અમદાવાદમાં નવા 5 અને સુરત અને વડોદરામાં 4-4 કેસ
અરવલ્લી, ભાવનગર અને રાજકોટમાં 1-1 કેસ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 179, વેન્ટિલેટર પર 6 દર્દીઓ
રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10 હજાર 78 થયો

આ પણ વાંચો : Afghanistan ને લઈ PM Modiનાં નિવાસસ્થાને હાઈલેવલની બેઠક, ગૃહપ્રધાન, રક્ષાપ્રધાન સહિત NSA પણ ઉપસ્થિત

આ  પણ વાંચો :  BJP President J P Nadda: રાહુલ ગાંધીના કેરળ પ્રવાસને રાજકીય પર્યટન ગણાવ્યું કહ્યું અમેઠીથી હારી ગયા તેથી વાયનાડ ભાગી ગયા

Next Video