ગુજરાતમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 234એ પહોંચી

|

Nov 11, 2021 | 8:31 PM

ગુજરાતના કોરોનાના 234 એક્ટિવ કેસ છે.જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 7 થઇ છે. જોકે શૂન્ય મૃત્યુઆંક સૌથી મોટી રાહત આપનારો છે.

ગુજરાતમાં(Gujarat)ચાર મહિના બાદ કોરોના(Corona)ફરી એકવાર માથુ ઉચકી રહ્યો છે. ગુજરાતમાં બુધવારે 42 નવા કેસ નોંધાયા બાદ પાછલા 24 કલાકમાં નવા 40 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં તહેવારો બાદ કોરોનાના કેસ વધતા તંત્રની ચિંતા વધી છે

કોરોના કેસ અંગે મહાનગરોની વાત કરીએ તો રાજ્યમાં સર્વાધિક અમદાવાદમાં(Ahmedabad)નવા 14 કેસ નોંધાયા, સુરતમાં 7, વડોદરામાં 6 કેસ અને રાજકોટમાં નવા 3 કેસ નોંધાયા છે. તેમજ વધી રહેલા એક્ટિવ કેસ ચિંતા વધારનારા છે.રાજ્યમાં 234 એક્ટિવ કેસ છે.જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 7 થઇ છે. જોકે શૂન્ય મૃત્યુઆંક સૌથી મોટી રાહત આપનારો છે..

ગુજરાતમાં રસીકરણની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યમાં પાછલા 24 કલાકમાં 4 લાખ 57 હજાર 767 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.જેમાં અમદાવાદમાં 48 હજાર 492, વડોદરામાં 16 હજાર 910 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે સુરતમાં 44 હજાર 763, રાજકોટમાં 14 હજાર 870 લોકોને રસીના ડોઝ અપાયા તો બનાસકાંઠામાં 45 હજાર 824, આણંદમાં 29 હજાર 270 અને ખેડામાં 21 હજાર 317 લોકોનું રસીકરણ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસ ઘટતાની સાથે જ રાજ્ય સરકારે ઉત્સવો ઉજવવા માટે છૂટ આપી.. કરફ્યૂમાંથી પણ મહદઅંશે મુક્તિ આપી. પરંતુ હવે આ છૂટ અને મુક્તિ ભારે પડી રહી છે. તહેવારો પછી રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેણે તંત્રની ઉંઘ ઉડાવી દીધી છે.. કોરોનાના કેસ વધતાની સાથે જ આરોગ્ય વિભાગ કામે લાગી ગયું છે.

આ પણ વાંચો : ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાએ નવાબ મલિકના આક્ષેપો નકાર્યા, કહ્યું ડ્રગ્સ આરોપી સાથે કોઇ સબંધ નથી

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળા બાદ આરોગ્યતંત્ર જાગ્યું, શહેરના એન્ટ્રી પોઇન્ટ પર ટેસ્ટિંગ શરૂ કરાશે

Published On - 8:24 pm, Thu, 11 November 21

Next Video