ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . જેમાં 16 જુલાઇના રોજ કોરોનાના નવા 777 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જયારે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 4632એ પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 306, સુરતમાં 75, મહેસાણામાં 44, વડોદરામાં 43, સુરતમાં 38, પાટણમાં 33, ગાંધીનગરમાં 26, ગાંધીનગર જિલ્લામાં 22, રાજકોટમાં 22 કેસ, 01 મૃત્યુ ભાવનગરમાં 20, કચ્છમાં 18, વલસાડમાં 13, ભાવનગરમાં 11, સાબરકાંઠામાં 11, નવસારીમાં 10, રાજકોટ જિલ્લામાં 10, વડોદરા જિલ્લામાં 10, દ્વારકામાં 09, જામનગરમાં 08, અમરેલીમાં 07, આણંદમાં 07, ખેડામાં 06, અમદાવાદ જિલ્લામાં 05, મોરબીમાં 05,ભરૂચમાં 03, ગીર સોમનાથમાં 03, પંચમહાલમાં 03, પોરબંદરમાં 03, બનાસકાંઠામાં 02,ડાંગમાં 01, જૂનાગઢમાં 01, સુરેન્દ્રનગરમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચ્યો છે. તેમજ આજે કોરોનાથી 626 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે
Published On - 9:02 pm, Sat, 16 July 22