ગુજરાતમાં કોરોનાના નવા 60 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 718 પહોંચી

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 16 ઓકટોબરના રોજ કોરોનાના નવા 60 કેસ નોંધાયા છે. જયારે આજે કોરોનાથી 75 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 718 એ પહોંચી છે. તેમજ કોરોનાના રિકવરી રેટ 99.08 ટકા થયો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 60 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 718 પહોંચી
Gujarat Corona Update
| Edited By: | Updated on: Oct 16, 2022 | 8:27 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 16 ઓકટોબરના રોજ કોરોનાના નવા 60 કેસ નોંધાયા છે. જયારે આજે કોરોનાથી 75 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 718 એ પહોંચી છે. તેમજ કોરોનાના રિકવરી રેટ 99.08 ટકા થયો છે.જ્યારે આજે નોંધાયેલા કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 21, સુરતમાં 18, વડોદરામાં 08, ગાંધીનગરમાં 02, રાજકોટ જિલ્લામાં 02, રાજકોટમાં 02, વડોદરામાં 02, બનાસકાંઠામાં 01, ભાવનગરમાં 01, મહેસાણામાં 01, નવસારીમાં 01 અને સુરત જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ કોરોના વેકસીનેશનની કામગીરી પણ પુર ઝડપે ચાલી રહી છે.જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.