ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસો વધારો આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જેમાં 12 જુલાઇના રોજ કોરોનાના નવા 577 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 4156 થયા છે. જેમાં કોરોનાના સૌથી વધારે કેસ અમદાવાદ(Ahmedabad) શહેરમાં 247 નોંધાયા છે. જ્યારે સુરત 67, મહેસાણા 31, વડોદરા 31, ભાવનગર 28, પાટણ 27, ગાંધીનગર 20, નવસારી 15, સુરત જિલ્લામાં 12, વલસાડમાં 11, ભાવનગરમાં 10, જામનગરમાં 09, કચ્છમાં 09, રાજકોટમાં 07, ખેડા 06, વડોદરા 06, અમદાવાદ જિલ્લામાં 05, ગાંધીનગર જિલ્લામાં 05,આણંદમાં 04, ભરૂચમાં 04, દ્વારકામાં 04, ગીર સોમનાથ 04, સુરેન્દ્રનગરમાં 04, અમરેલીમાં 03, બનાસકાંઠામાં 03, જામનગરમાં 02, મોરબીમાં 01, સાબરકાંઠામાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજયમાં કોરોના રિકવરી રેટ 98.78 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 633 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે
Published On - 7:56 pm, Tue, 12 July 22