ગુજરાતમાં કોરોનાના નવા 114 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 886એ પહોંચી

|

Sep 29, 2022 | 8:00 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 29 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 114 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 886 થઈ છે

ગુજરાતમાં કોરોનાના નવા 114 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 886એ પહોંચી
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 29 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 114 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 886 થઈ છે. જેમાં આજે કોરોનાથી 128 દર્દીઓ સાજા થયા છે. તેમજ કોરોનાનો રિકવરી રેટ 99.06 ટકા થયો છે. જેમાં આજે નોંધાયેલા નવા કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 33,(Ahmedabad) સુરતમાં 22, વડોદરામાં 10, રાજકોટમાં 09, સુરત જિલ્લામાં 07, વડોદરા જિલ્લામાં 05, વલસાડમાં 05, નવસારીમાં 04, ગાંધીનગરમાં 03, અમરેલીમાં 02, બનાસકાંઠામાં 02, પાટણમાં 02, રાજકોટમાં 02, સાબરકાંઠામાં 02, ભાવનગરમાં 01, કચ્છમાં 01, મહેસાણામાં 01, પંચમહાલમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. તેમજ આજે રાજ્યના કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.

નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો

હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. તમામ ગુજરાતીઓ કોરોના મહામારીના લગભગ 2 વર્ષ બાદ મન મૂકીને ગરબા રમી રમ્યા છે. આ વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી સાવચેત રહેવાની જરુર છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Published On - 7:56 pm, Thu, 29 September 22

Next Article