ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, નવા 822 કેસ બે લોકોના મૃત્યુ

|

Jul 15, 2022 | 8:23 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. જેમાં 15 જુલાઇના રોજ કોરોનાના નવા 822 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે બે લોકોના મૃત્યુ થયા છે

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, નવા 822 કેસ બે લોકોના મૃત્યુ
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. જેમાં 15 જુલાઇના રોજ કોરોનાના નવા 822 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે બે લોકોના મૃત્યુ થયા છે. જેમાં એક મૃત્યુ અમદાવાદ (Ahmedabad) શહેરમાં અને એક મૃત્યુ  ભાવનગર શહેરમાં નોંધાયું છે. કોરોનાના કેસ વધતાં રાજય સરકારની ચિંતામાં વધારો થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 298 કેસ નોંધાયા છે.  જ્યારે સુરતમાં 73, વડોદરામાં 56, મહેસાણા 41, ગાંધીનગરમાં 32, ભાવનગરમાં 30, રાજકોટમાં 30, ભાવનગર જિલ્લામાં 27, ગાંધીનગરમાં 23, વડોદરામાં 22, સુરત જિલ્લામાં 19, કચ્છમાં 18, રાજકોટમાં 17, અમેરલીમાં 14, પાટણમાં 14, વલસાડમાં 14, ભરૂચમાં 12, મોરબીમાં 11, સાબરકાંઠામાં 10, આણંદમાં 07, બનાસકાંઠામાં 07, દ્વારકામાં 07, ખેડામાં 06, નવસારીમાં 05, સુરેન્દ્રનગરમાં 05, અમદાવાદમાં 04, અરવલ્લીમાં 04, જામનગરમાં 04, તાપીમાં 04, દાહોદમાં 02, ગીર સોમનાથ 02, જામનગરમાં 02 અને  પોરબંદરમાં 02 કેસ નોંધાયા છે.

કેસ વધવાની સાથે રાજ્ય  સરકારની ચિંતામાં વધારો

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે

Published On - 7:25 pm, Fri, 15 July 22

Next Article