Gujarat માં કોરોનાના નવા 225 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1186 થયા

|

Jun 17, 2022 | 8:01 PM

ગુજરાતના કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . જેમાં સતત બીજા દિવસે કોરોનાના નવા 200 થી વધારે કેસ નોંધાયા છે. જેમાં  17 જુનના રોજ કોરોનાના નવા 225 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યના કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1186 થયા છે. 

Gujarat માં કોરોનાના નવા 225 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1186 થયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતના(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . જેમાં સતત બીજા દિવસે કોરોનાના નવા 200 થી વધારે કેસ નોંધાયા છે. જેમાં  17 જુનના રોજ કોરોનાના નવા 225 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યના કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1186 થયા છે. જેમાં અમદાવાદ(Ahmedabad)  શહેરમાં સૌથી વધારે 118 કેસ નોંધાયા છે. જયારે વડોદરામાં 25 , સુરતમાં 22, સુરત જિલ્લામાં 10, આણંદમાં 08, કચ્છમાં 05, રાજકોટમાં 05 , રાજકોટ જિલ્લામાં 04, વલસાડમાં 04,ભાવનગરમાં 03, ગાંધીનગરમાં 03, મહેસાણામાં 03, પાટણમાં 03, ભરૂચમાં 02, નવસારીમાં 02 ,વડોદરા જિલ્લામાં 02,જામનગરમાં 01,  પંચમહાલમાં 01, સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1186 થઈ છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. તેમજ કોરોનાથી 141 દર્દીઓ સાજા થયા છે.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી

ગુજરાતમાં  કોરોનાનું સંકટ ફરીથી ઘેરાતુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાની સંખ્યામાં રોજ વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા કેસોએ સરકારની પણ ચિંતા વધારી દીધી છે. કોરોના સંક્રમણની વધતી સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ  એક્શનમાં આવી ગયુ છે. કોરોના સંકટને કાબુમાં લેવા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મંગળવારે  આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી હતી.ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના સંક્રમણની વધતી સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યુ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી છે. જેમાં પ્રધાન નિમિષા સુથાર અને ACS મનોજ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં રસીકરણ અને કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી.

એક્શન પ્લાન તૈયાર કરાયો

આ બેઠકમાં કોરોનાના વધતા કેસના પગલે કયા વિસ્તારોમાં કન્ટેઇન્મેન્ટ ઝોન ઊભા કરવા, શાળાઓમાં વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે શાળાઓમાં કેટલા વિદ્યાર્થીઓને વેક્સીન આપી દેવામાં આવી છે અને જેને ન અપાઇ હોય તેમને વેક્સીન આપવા માટેનો શું એક્શન પ્લાન છે. તેના પર ચર્ચા કરવામાં આવી. બીજી તરઉ PHC અને CHC સેન્ટરને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ તમામ લોકોના વેક્સીનેશન પર ફરી ભાર મુકવામાં આવી રહ્યો છે. આ તમામ બાબતોની સમીક્ષા આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરવામાં આવી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

રાજ્યભરમાં માસ્ક ફરજીયાત કરી દીધા

એક તરફ સરકારે આજથી રાજ્યભરમાં માસ્ક ફરજીયાત કરી દીધા છે. બીજી તરફ આરોગ્ય વિભાગની આ બેઠકમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે આગામી 15થી 20 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.

Published On - 7:20 pm, Fri, 17 June 22

Next Article