ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) નવા કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 24 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 140 કેસ નોંધાયા છે તેમજ એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું છે. જ્યારે કોરોનાથી 160 દર્દીઓ સાજા થયા છે. તેમજ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1002 થવા પામી છે. જયારે કોરોના રિકવરી રેટ 99.06 ટકા થયો છે. રાજ્યના કોરોનાના નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 54,(Ahmedabad) સુરતમાં 32, વડોદરામાં 13, બનાસકાંઠા 06, સુરત જિલ્લામાં 04, વલસાડમાં 04, ગાંધીનગરમાં 03, નવસારીમાં 03, રાજકોટમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, ભાવનગરમાં 02, બોટાદમાં 02, કચ્છમાં 02, મહેસાણામાં 02, આણંદમાં 01, ભરૂચમાં 01, ભાવનગરમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં 01 કેસ, એક મૃત્યુ, જામનગરમાં 01, રાજકોટ જિલ્લામાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.
કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
ગણેશ ઉત્સવનો તહેવાર પૂરો થતા હવે નવરાત્રીની તાડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે.
કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફળ થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.
Published On - 9:57 pm, Sat, 24 September 22