Gujarat Budget 2023 : ગુજરાતમાં આ વર્ષે રજૂ થશે ઐતિહાસિક બજેટ, સૌથી મોટા કદના બજેટની શકયતા

|

Feb 23, 2023 | 7:54 PM

ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નું 24 ફેબ્રુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રજૂ થનારું બજેટ ઐતિહાસિક હશે. તેમજ આ  બજેટનું કદ અત્યાર સુધીના બજેટ કરતા  વધુ હોવાનું અનુમાન છે. આ ઉપરાંત ગુજરાત સરકારે આ વર્ષના બજેટમાં અનેક ક્ષેત્રોના વિકાસ માટે મોટું બજેટ ફાળવવાની પણ તૈયારી કરી છે. જેમાં સરકાર આ વર્ષે રાજ્યમાં પ્રવાસનના વિકાસ પર ભાર મૂકીને તેની માટે બજેટની વધુ ફાળવણી કરવામાં આવી શકે છે.

Gujarat Budget 2023 : ગુજરાતમાં આ વર્ષે રજૂ થશે ઐતિહાસિક બજેટ, સૌથી મોટા કદના બજેટની શકયતા
Gujarat Budget 2023

Follow us on

ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નું 24 ફેબ્રુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રજૂ થનારું બજેટ ઐતિહાસિક હશે. તેમજ આ  બજેટનું કદ અત્યાર સુધીના બજેટ કરતા  વધુ હોવાનું અનુમાન છે. આ ઉપરાંત ગુજરાત સરકારે આ વર્ષના બજેટમાં અનેક ક્ષેત્રોના વિકાસ માટે મોટું બજેટ ફાળવવાની પણ તૈયારી કરી છે. જેમાં સરકાર આ વર્ષે રાજ્યમાં પ્રવાસનના વિકાસ પર ભાર મૂકીને તેની માટે બજેટની વધુ ફાળવણી કરવામાં આવી શકે છે.

ટુરીઝમ વિભાગને અલગ ડીપાર્ટમેન્ટ જાહેર કરી શકે છે

જેમાં મળતી માહિતી મુજબ પ્રવાસન વિભાગને અલગ વિભાગનો દરજ્જો મળી શકે છે. જે સમગ્ર બાબતની ગુજરાતના આગામી બજેટમા જાહેરાત થશે. ટુરીઝમ વિભાગને અલગ ડીપાર્ટમેન્ટ જાહેર કરી શકે છે.  અત્યાર સુધી ઉદ્યોગ વિભાગ અંતર્ગત પ્રવાસન વિભાગનુ સ્થાન છે. અલગ વિભાગ બનવાથી તેનો ઝડપી વિકાસ શક્ય બનશે. તેમજ આ વિભાગને 2000 કરોડથી વધુ રુપિયાનુ બજેટ ફાળવાઈ શકે છે.

આ ઉપરાંત ગુજરાતમાં નવા ઉમેરાયેલા સહકાર વિભાગને પણ આ વર્ષે બજેટમાં વધુ ફાળવણી કરવામાં આવી શકે છે. જેના લીધે પશુપાલકોને વધુ લાભ મળી શકે. તેમજ સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં પણ મદદ કરી શકાય.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જંત્રી બમણી કરીને વધુ આવક મેળવવાનો માર્ગ મોકળો કર્યો

ગુજરાતમાં નવી સરકારની રચના બાદ આ પ્રથમ બજેટ છે. તેમજ ગત વર્ષના બજેટમાં લોકો પર કોઇ વધારાનો બોજ નાખવામાં આવ્યો ન હતો. તેમજ આ વર્ષે પણ સરકાર લોકો પર કોઇ મોટો બોજ નહિ નાંખે તેવી શકયતા છે. જો સરકાર આડકતરી રીતે વેટમાં વધારો કરી આવક મેળવે તેવી શકયતા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર થોડા સમય પૂર્વે જંત્રી બમણી કરીને વધુ આવક મેળવવાનો માર્ગ મોકળો કર્યો છે. જો કે તેનો અમલ 15 એપ્રિલ બાદ કરવામાં આવશે. તેથી તેની આવક આ અંદાજપત્રમાં અંદાજવામાં આવશે.

બુલેટ ટ્રેન માટે વધુ રકમની  ફાળવણી કરવામાં આવી શકે છે

ગુજરાત સરકાર છેલ્લાં 15 વર્ષથી પુરાંતવાળું બજેટ રજૂ કરે છે. નાણામંત્રી તરીકે કનુ દેસાઈએ રૂપિયા 668.09 કરોડની પુરાંતવાળું બજેટ વર્ષ 2022-23 માં રજૂ કર્યું હતું. તેવી જ રીતે ચાલુ વર્ષે પણ પુરાંતવાળું બજેટ રજૂ કરે તેવી શકયતા છે. આ ઉપરાંત આ વર્ષના બજેટમાં સ્ટાર્ટઅપ, મહિલા સશક્તિકરણ, યાત્રાધામ વિકાસ, સહકારી ક્ષેત્રનો વિકાસ, કોસ્ટલ હાઇવેનું નિર્માણ, બુલેટ ટ્રેન માટે વધુ રકમની  ફાળવણી કરવામાં આવી શકે છે.

આ ઉપરાંત અમદાવાદ પછી અન્ય શહેરોમાં મેટ્રો ટ્રેન,  ગ્રામીણ અર્થતંત્ર માટેની જોગવાઈ, મહેસૂલી વિભાગમાં સુધારા, આરોગ્ય ક્ષેત્રે સારી સુવિધા અને શિક્ષણનું આધુનિકરણ તેમજ મોડેલ સ્કૂલ બનાવવા પર ભાર આપશે. પોલીસને પણ આધુનિક બનાવવા તેમજ ઉદ્યોગ અને ખાણ-ખનીજ જેવાં અનેક સેક્ટરના વિકાસ માટેની જોગવાઈ કરશે.

આ પણ વાંચો : Gandhinagar : પેપરલીક વિધેયકનું વિપક્ષ કોંગ્રેસે કર્યુ સમર્થન, કહ્યુ રાજ્ય સરકાર બહાર પાડે શ્વેતપત્ર

Published On - 7:52 pm, Thu, 23 February 23

Next Article