Gujarat Budget 2023-24: પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹ 10,743 કરોડની જોગવાઇ

|

Feb 24, 2023 | 12:44 PM

Gujarat Budget 2023-24: ત્રિસ્તરીય પંચાયતી માળખાને સુદ્રઢ બનાવવા ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના મકાનોનું નવિનીકરણ, રેકર્ડનું મોર્ડનાઇઝેશન અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલા સરકાર લઇ રહી છે.

Gujarat Budget 2023-24: પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹ 10,743 કરોડની જોગવાઇ
Gujarat Budget 2023-24: Rural Development Department
Image Credit source: TV9 Digital

Follow us on

Gujarat Budget 2023-24: ગામના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે રાજ્ય સરકારની નેમ છે. ત્રિસ્તરીય પંચાયતી માળખાને સુદ્રઢ બનાવવા ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના મકાનોનું નવિનીકરણ, રેકર્ડનું મોર્ડનાઇઝેશન અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલા સરકાર લઇ રહી છે. ગ્રામ્ય કક્ષાએ સફાઇ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

પંચાયત વિભાગ

• 15મા નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે 2500 કરોડની જોગવાઇ.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

• ગ્રામ્ય પાણી પુરવઠાઓ યોજનાઓ માટે વિનામૂલ્યે વીજપુરવઠાની યોજના અંતર્ગત સહાય માટે 734 કરોડની જોગવાઇ.

• પંચાયત વિસ્તારમાં પાણી તથા સ્વચ્છતાના અનેકવિધ કામોના અમલીકરણ માટે 177 કરોડની જોગવાઇ.

• ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના થકી ગ્રામ્ય લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી તેમના ગામમાં જ મેળવી શકે છે. હાલમાં આ યોજના અંતર્ગત મળનાર સેવાઓની સંખ્યા વધીને 321 થયેલ છે. દર વર્ષે અંદાજિત 4.5 કરોડ વ્યવહારો આ નેટવર્ક મારફત થાય છે. જે ડિજિટલ ગવર્નન્સની દિશામાં મોટી હરણફાળ છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા 160 કરોડની જોગવાઇ.

• સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગરની નજીક આવતાં ગામોમાં પીવાના પાણી, ગટર વ્યવસ્થા, રોડ રસ્તાની તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતી માળખાકિય સુવિધાઓ વિકસાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે 10 કરોડની જોગવાઇ.

ગ્રામવિકાસ વિભાગ

• મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના (મનરેગા) હેઠળ 1391 કરોડની જોગવાઇ.

• પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસો બાંધવા માટે 932 કરોડની જોગવાઇ.

• પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ (PMKSY-WDC) માટે 220 કરોડની જોગવાઇ.

• મહિલાઓના સશકિતકરણ અને આર્થિક વિકાસ માટે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (આજીવિકા) અંતર્ગત 210 કરોડની જોગવાઇ.

• સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત ગામોમાં ઘન અને પ્રવાહી કચરાના નિકાલની સુવિધા હાથ ધરવામાં આવે છે. ગોબરધન યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ઊર્જા સુરક્ષા સાથે જૈવિક ખાતરનો લાભ આપવા બાયોગેસ પ્લાન્‍ટ અને સ્લરી પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવે છે. આ યોજનાઓ માટે જોગવાઇ 200 કરોડની જોગવાઇ.

• દીનદયાલ ગ્રામીણ કૌશલ યોજના હેઠળ 5000 જેટલી મહિલાઓને ડાયમંડ વર્કની અને બીજી મહિલાઓને જુદા જુદા કૌશલ્ય માટે તાલીમ આપવા માટે 23 કરોડની જોગવાઇ.

(પ્રેસનોટ)

Published On - 12:41 pm, Fri, 24 February 23

Next Article