Gujarat Budget 2023-24 : રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 567 કરોડ રુપિયાની જોગવાઈ

Gujarat Assembly Budget 2023-2024 Updates : આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું બીજુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં રુપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યુ, ગત વર્ષ કરતા 57053 કરોડનો બજેટમાં વધારો થયો છે. ગુજરાતનું બજેટ 5 સ્થંભ પર તૈયાર કરવામાં આવ્યુ છે.

Gujarat Budget 2023-24 :  રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 567 કરોડ રુપિયાની જોગવાઈ
Gujarat Budget 2023-24
| Edited By: | Updated on: Feb 24, 2023 | 12:21 PM

આજે વિધાનસભામાં ગુજરાતનું આત્મનિર્ભર બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણાપ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કર્યું છે. જે રીતે કેન્દ્રીય બજેટમાં પણ આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે જ રીતે રાજ્ય સરકાર પણ આત્મનિર્ભર થીમ પર બજેટ રજૂ કરી શકે તેવી સંભાવના હતી.રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 567 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ચાલો જાણીએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર.

નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં રુપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યુ, ગત વર્ષ કરતા 57053 કરોડનો બજેટમાં વધારો થયો છે. ગુજરાતનું બજેટ 5 સ્થંભ પર તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં કુલ 4 વર્ષનો રોડ મેપ  તૈયાર કરાયો છે.

ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ ની પાયાની સુવિધા માટે અંદાજે 2 લાખ કરોડ ની ફાળવણી, માનવ સંસાધન વિકાસ માટે 4 લાખ કરોડની ફાળવણી, વિશ્વ કક્ષાની આંતરાષ્ટ્રીય સવલતો માટે અંદાજે 5 લાખ કરોડની ફાળવણી, કૃષિ ઉદ્યોગ સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે અંદાજે 2 લાખ કરોડ અને ગ્રીનગ્રોથ માટે 2 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

બજેટમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભા માટેની જોગવાઈ

  1. દરેક તાલુકા-જિલ્લામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન
  2. 500 નવી શાળાઓને In-School યોજનાનો લાભ આપવાનું આયોજન
  3. રમતગમત ક્ષેત્રે 320 કરોડની જોગવાઈ
  4. પસંદ કરવામાં આવેલા એકલવ્ય મોડલ રેસિડેન્સિચલ સ્કુલ, ગર્લ લિટરસી રેસિડેન્સિચલ સ્કુલ અને રક્ષા શક્તિ વિદ્યાલયમાં ડિસ્ટ્રીકટ લેવલ સ્પોટ્ર્સ સ્કુલ શરુ કરવાનું આયોજન.
  5. પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા વ્યુહાત્નક આયોજન અને વ્યવસ્થાપન.

આ સમાચાર અપડેટ થઈ રહ્યાં છે….

અનોખી બજેટ પોથી

 


આજે રાજ્યનું મહત્વાકાંક્ષી બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે નાણામંત્રી કનુદેસાઈ લાલ રંગની બજેટ પોથી લઇને વિધાનસભામાં પહોંચ્યા હતા. જોકે આ બજેટ પોથી સામાનય્ નહોતી તેમાં ગુજરાતના વિવિધ પ્રતીક તેમજ ગુજરાતની ઓળખની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. વળી લાલ પોથી પર ગોલ્ડન રંગના ખાટલી ભરતથી આ સમગ્ર ચિહ્નો ઉપસાવવામાં આવ્યા હતા.

ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ અને પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સમાવિષ્ટ મોઢારાનું સુર્યમંદિરનો બજેટ પોથીમાં સમાવેશ એ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. તેમજ   મોઢેરા દેશનું પ્રથમ ચોવીસ કલાક અને સાતેય દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે, ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ, તેના સન્માન સ્વરૂપે પોથીમાં મોઢારાના સૂર્યમંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે

વર્ષ 2022થી  નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી, જે આ વર્ષે પણ  તેમણે જાળવી રાખી હતી. ગત વર્ષે  દેશમાં સૌપ્રથમવાર બજેટની પોથીમાં હસ્તકલાને સ્થાન આપવાની ગુજરાતની પરંપરા મુજબ આ વર્ષે પણ ગુજરાત બજેટ ૨૦૨૩-૨૪ની પોથીમાં હસ્તકલા તરીકે ખાટલી ભરતકામ કરી, સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજુ કરાયો.

Published On - 12:16 pm, Fri, 24 February 23