GSEB SSC 10th Result 2022 Live Updates : ધોરણ 10ના પરિણામમાં વિદ્યાર્થીનીઓએ મારી બાજી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને આપી શુભેચ્છા

|

Jun 06, 2022 | 1:48 PM

Gujarat Board GSEB 10th Result 2022 Live Updates : રાજ્યમાં ધોરણ 10 ના આશરે 9 લાખ 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દર વર્ષની જેમ બોર્ડની(Gujarat Board)  વેબસાઈટ gseb.org પર પણ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે.

GSEB SSC 10th Result 2022 Live Updates :  ધોરણ 10ના પરિણામમાં વિદ્યાર્થીનીઓએ મારી બાજી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને આપી શુભેચ્છા
GSEB SSC 10th Result 2022 Live Updates

Follow us on

ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ બાદ ધોરણ 10 નું પરિણામ (10th Result) જાહેર થયુ છે. રાજ્યમાં ધોરણ 10 ના આશરે 9 લાખ 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દર વર્ષની જેમ બોર્ડની(Gujarat Board)  વેબસાઈટ gseb.org પર પણ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. ત્યારબાદ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી માર્કશીટ(Marksheet)  આપવામાં આવશે. મહત્વનું છે કે જૂન મહિનાની શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન(National Conference of education)  મિનિસ્ટર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત હતા, જેના કારણે પરિણામ જાહેર કરી શકાયું ન હતુ, હવે જ્યારે કોન્ફરન્સ પુરી થઈ છે ત્યારે અધિકારીઓ અને શિક્ષકો પરિણામના કામમાં લાગ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Jun 2022 12:13 PM (IST)

    ખેલો ઈન્ડિયામાં પસંદગી થયેલ પાર્શ્વએ 92.8 ટકા મેળવ્યા

    વડોદરા જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 61.21 ટકા જ આવ્યું છે.સામાન્ય રીતે કેટલાક વિદ્યાર્થીઓ ભણવામાં તો હોશિયાર હોય જ છે, સાથે સાથે રમત-ગમતમાં પણ અવ્વલ હોય છે. વડોદરાનો પાર્શ્વ રાણા નામનો વિદ્યાર્થી પણ તેમાંનો એક છે. પાશ્વએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 92.8 ટકા મેળવ્યા છે. સાથે સાથે તેની પસંદગી ખેલો ઈન્ડિયામાં પણ થઈ છે.

     

  • 06 Jun 2022 12:04 PM (IST)

    દિવ્યાંગ રિક્ષાચાલકની દિકરીએ 94.50 ટકા મેળવ્યા

    સુરતની દિવ્યાંગ રિક્ષાચાલકની દિકરીએ ધોરણ 10 બોર્ડમાં  94.50 ટકા મેળવીને પરિવાર સહિત શાળાનું નામ પણ રોશન કર્યું છે.વિદ્યાર્થીના પિતા ઇલ્યાસ ખાન દિવ્યાંગ હોવા છતાં ક્યારેય પણ હિંમત નથી હાર્યા અને દીકરીઓને ભણવા માટે સખત મહેનત કરતા હતા.ત્યારે આ દિકરીએ પણ 94.50 મેળવી માતા-પિતાનુ સપનુ સાકર કર્યું છે.


  • 06 Jun 2022 11:53 AM (IST)

    ધોરણ-10નું પરિણામ જાહેર થતા અમદાવાદમાં ઉજવણીનો માહોલ

    ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર થયુ છે.અમદાવાદ શહેરની વાત કરીએ તો તેનું પરિણામ 63.18 ટકા પરિણામ અને અમદાવાદ ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ આવ્યુ છે. પરિણામ જાહેર થતા હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.

  • 06 Jun 2022 11:04 AM (IST)

    વિદ્યાર્થીઓએ ગરબે રમી કરી ઉજવણી

    ધોરણ-10 બોર્ડનું પરિણામ 65.18 પરિણામ આવ્યુ છે,જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64 ટકા અને સૌથી ઓછુ પાટણ જિલ્લાનું 54.29 ટકા પરિણામ નોંધાયુ છે.વિદ્યાર્થીઓમાં હાલ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ગરબે રમીને ઉજવણી કરી.

     

  • 06 Jun 2022 10:30 AM (IST)

    શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને આપી શુભેચ્છા

    શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા કહ્યું છે કે, “વ્હાલા વિદ્યાર્થી મિત્રો દરેક સફળતામાં એક નવી સફળતાની ક્ષિતિજ છુપાયેલી હોય છે અને દરેક નિરાશામાં એક નવી આશા છુપાયેલી હોય છે, ત્યારે આજ ને ઉત્તમ તક સમજી ઉજ્જવળ આવતીકાલની તૈયારી કરીએ. આપ સૌને આપના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેકાનેક શુભેચ્છાઓ.”

  • 06 Jun 2022 10:08 AM (IST)

    56.62 ટકા પરિણામ સાથે કેન્દ્રશાસિત પ્રદેશોમાં દમણ મોખરે

    કેન્દ્રશાસિત પ્રદેશોમાં દમણનું 56.62 ટકા ,દીવનું 54.16 ટકા અને દાદરા નગર હવેલીનું 50.66 ટકા પરિણામ નોંધાયુ છે.

  • 06 Jun 2022 09:40 AM (IST)

    જામનગર જિલ્લાનું 69.68 ટકા પરિણામ

    જામનગરના 15171 વિદ્યાર્થીઓમાંથી 10499 વિદ્યાર્થીઓ પાસ થયા છે.તેમજ 420 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 1436 વિદ્યાર્થીઓને A ગ્રેડ મેળવ્યો છે.તમને જણાવી દઈએ કે, જામનગર જિલ્લામાં 9 શાળાઓનું પરિણામ 100 ટકા નોંધાયુ છે,જ્યારે 11 શાળાઓનું 10 ટકાથી ઓછું પરિણામ આવ્યુ છે.

  • 06 Jun 2022 09:34 AM (IST)

    રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ

    ધોરણ 10માં રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ નોંધાયુ છે.

    A1 ગ્રેડ 1561
    A2 ગ્રેડ 4562
    B1 ગ્રેડ 6637
    B2 ગ્રેડ 7293

     

  • 06 Jun 2022 09:31 AM (IST)

    કોરોનામાં પિતા ગુમાવનાર વિદ્યાર્થીએ ધોરણ 10માં 93 ટકા મેળવી પિતાને સાચી શ્રદ્ધાંજલિ અર્પિ

    મહેસાણામાં પટેલ તક્ષિલ મુકુંદકુમાર નામના વિધાર્થીએ કોરોનામાં પિતા ગુમાવ્યા હતા.તક્ષિલના પિતા ગણિત શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.તક્ષિલે ગણિતમાં 98 માર્ક મેળવી પિતાને સાચી શ્રદ્ધાંજલિ અર્પિ છે.માતા ફાલ્ગુનીબેનના સહયોગથી તક્ષિલે સારું પરિણામ મેળવ્યું.

  • 06 Jun 2022 09:26 AM (IST)

    12,090 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

    ગુજરાત બોર્ડ SSC પરિણામ ગ્રેડિંગ સિસ્ટમની વાત કરીએ તો A1 ગ્રેડ: 90 ટકા અને તેથી વધુ ગુણ,A ગ્રેડ: 80 – 90 ટકા ગુણ,B ગ્રેડ: 70 – 80 ટકા ગુણ,જ્યારે 40 ટકા કરતા ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને અ D ગ્રેડ આપવામાં આવે છે.જેમાં 12,090 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

  • 06 Jun 2022 09:21 AM (IST)

    સુરતની શાળાઓમાં ઉજવણીનો માહોલ

    ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર થયુ છે,જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64 ટકા નોંધાયુ છે.સારા પરિણામને પગલે સુરતની શાળાઓમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

     

  • 06 Jun 2022 09:11 AM (IST)

    પરિણામમાં વિદ્યાર્થીનીઓએ મારી બાજી

    ધોરણ 10 ના બોર્ડ પરિણામમાં પણ વિદ્યાર્થીનીઓએ 71.66 ટકા પરિણામ સાથે બાજી મારી છે.

  • 06 Jun 2022 09:05 AM (IST)

    સુરતના વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ

    ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર થયુ છે,જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64 ટકા નોંધાયુ છે.આ પરિણામથી સુરતના વિદ્યાર્થીઓ સંતુષ્ટ જોવા મળી રહ્યા છે.

  • 06 Jun 2022 09:00 AM (IST)

    અમદાવાદ શહેરનું 63.18 ટકા પરિણામ

    ધોરણ-10 બોર્ડનું 65.18 ટકા પરિણામ જાહેર થયુ છે.જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64 ટકા અને સૌથી ઓછું પાટણ જિલ્લાનું 54.29 ટકા પરિણામ નોંધાયુ છે.અમદાવાદ શહેરની વાત કરીએ તો તેનું પરિણામ 63.18 ટકા પરિણામ અને અમદાવાદ ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ આવ્યુ છે. જો અન્ય શહેરની વાત કરીએ તો ગાંધીનગર શહેરનું 65.83 ટકા,વડોદરા શહેરનું 61.21 ટકા,સુરત શહેરનું 75.64 ટકા,રાજકોટ શહેરનું 72.86 ટકા,જામનગર શહેરનું 69.68 ટકા,જૂનાગઢ શહેરનું 66.25 ટકા પરિણામ નોંધાયુ છે.

     

  • 06 Jun 2022 08:47 AM (IST)

    ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું 63.13 ટકા પરિણામ

    અંગ્રેજી માધ્યમના નિયમિત પરીક્ષાર્થીઓનું 81.50 ટકા પરિણામ આવ્યુ છે,જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું 63.13 ટકા પરિણામ નોંધાયુ છે.

  • 06 Jun 2022 08:29 AM (IST)

    ખાનગી શાળાનું પરિણામ 17.04 ટકા

    આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 17,944 પરીક્ષાર્થીઓ પૈકી 15,007 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા . જેમાંથી 2,557 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 17.04 ટકા નોંધાયુ છે .

  • 06 Jun 2022 08:27 AM (IST)

    294 શાળાનું 100 ટકા પરિણામ

    294 શાળાનું 100 ટકા પરિણામ નોંધાયુ છે.તેમજ 30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળામાં 1007 શાળાનો સમાવેશ થાય છે.મહત્વનું છે કે, 121 શાળાનું શુન્ય પરિણામ આવ્યુ છે.

  • 06 Jun 2022 08:24 AM (IST)

    ગ્રેડવાઈઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા

    A1 : 12090
    A2 :52992
    B1 :93602
    B2 :130097
    C1 :137657
    C2 :73114
    D :4146
    E1* : 28

  • 06 Jun 2022 08:21 AM (IST)

    રાજકોટ જિલ્લાના રૂપાવટી કેન્દ્રએ મારી બાજી

    રાજકોટ જિલ્લાના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધારે 94.80 ટકા પરિણામ આવ્યુ છે,જ્યારે દાહોદ જિલ્લાના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછુ 19.17 ટકા પરિણામ નોંધાયુ છે.

  • 06 Jun 2022 08:19 AM (IST)

    રિપીટર વિદ્યાર્થીઓનું 30.75 ટકા પરિણામ

    ધોરણ 10 ના પરિણામમાં સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું છે,જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતા જિલ્લામાં પાટણ જિલ્લો મોખરે છે.જો રિપીટર વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,40,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા . તે પૈકી 1,33,520 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા . જેમાંથી 41,063 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 30.75 ટકા આવ્યું છે.

  • 06 Jun 2022 08:16 AM (IST)

    સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા

    દર વખતની જેમ આ વખતે પણ ધોરણ 10ના પરિણામમાં સુરતે બાજી મારી છે.રાજ્યમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ નોંધાયુ છે.

  • 06 Jun 2022 08:14 AM (IST)

    પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ

    રાજ્યમાં પાટણ જિલ્લાનુ સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યુ છે.

  • 06 Jun 2022 08:12 AM (IST)

    ધોરણ 10નું 65.18 ટકા પરિણામ જાહેર

    આ વર્ષ 9 લાખ 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી.ધોરણ 10નું કુલ પરિણામ 65.18 ટકા નોંધાયુ છે.

  • 06 Jun 2022 07:30 AM (IST)

    બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું

  • 06 Jun 2022 07:20 AM (IST)

    વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે

    દર વર્ષની જેમ બોર્ડની(Gujarat Board)  વેબસાઈટ gseb.org પર પણ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. ત્યારબાદ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.

  • 06 Jun 2022 07:18 AM (IST)

    ધોરણ 10નું પરિણામ થયું જાહેર

    ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે.આ વર્ષ 9 લાખ 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા.

  • 06 Jun 2022 07:16 AM (IST)

    ગુજરાત બોર્ડનું પરિણામ 2022નું પરિણામ કેવી રીતે તપાસવું ?

    STEP 1 : સૌ પ્રથમ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.

    STEP 2 : હોમ પેજ પર, પરિણામ લિંક પર ક્લિક કરો અને સીટ નંબર દાખલ કરો.

    STEP 3 : તે પછી પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.

    STEP 4 : જો વિદ્યાર્થીઓ તેમનો સ્કોર જોવા માંગતા હોય તો તેઓ પ્રિન્ટ આઉટ પણ લઈ શકે છે.

Published On - 7:12 am, Mon, 6 June 22