
ગુજરાતમાં (Gujarat) ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂન એટલે કે આજે જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માહિતી આપવામાં આવી હતી કે માર્ચ-એપ્રિલ-2022માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.12(સામાન્ય પ્રવાહ)નું પરિણામ 04 જૂનના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક enter કરીને વેબસાઈટ પરથી મેળવી શકશે.
તમને જણાવી દઈએ કે રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. 28 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.
Gujarat Board GSEB Result 2022 Live: છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ પાંચ ટકા વધુ આવ્યુ છે. રાજકોટની હર્ષિતા કીડી 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં ટોપર બની છે. કારખાનામાં મજૂરી કરતા પિતાની દીકરી બોર્ડમાં ફર્સ્ટ આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. હર્ષિતાએ પરિણામનો શ્રેય પરિવારને આપ્યો છે.
Gujarat Board GSEB Result 2022 Live: રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 99.34 ટકા વાંગધ્રા કેન્દ્રનું અને સૌથી ઓછું રાજકોટ સેન્ટ્રલ જેલનું 0 ટકા પરિણામ છે.. રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક કેદીએ પરીક્ષા આપી હતી અને તે પણ ફેલ થતા શૂન્ય પરિણામ આવ્યું છે.રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 402 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 2 હજાર 558 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 4 હજાર 166 વિદ્યાર્થીઓ, B2માં 4 હજાર 876 વિદ્યાર્થીઓ, C1 ગ્રેડમાં 3 હજાર 811 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડમાં 1 હજાર 562 વિદ્યાર્થીઓ D1 ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓ અને E1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
Gujarat Board GSEB Result 2022 Live: ધોરણ -12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી વિષયનું 99.18 ટકા પરિણામ જાહેર થયુ છે. અંગ્રેજી પ્રથમ ભાષા વિષયનું 98.78, હીન્દી વિષયનું 99.28, અંગ્રેજી ગૌણ ભાષાનું 97.16 ટકા પરિણામ જાહેર થયુ છે. અર્થશાસ્ત્રમાં 97.23, વાણિજ્ય વ્યવસ્થામાં 97.07, સંસ્કૃતમાં 98.40, આંકડાશાસ્ત્ર વિષયમાં 90.20, તત્વજ્ઞાન વિષયમાં 94.94, સમાજશાસ્ત્રમાં 99.04, મનોવિજ્ઞાનમાં 98.48, ભૂગોળમાં 99.09, નામના મૂળતત્વો (અકાઉન્ટ) વિષયમાં 93.33 ટકા પરિણામ જાહેર થયુ છે. તો કમ્પ્યુટર વિષયમાં 85.72 ટકા પરિણામ જાહેર થયુ છે.
Gujarat Board GSEB Result 2022 Live: આ વર્ષે ગુજરાતમાં જુદી જુદી જેલમાં કેદીઓ માટે પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેદીઓ પણ તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તે માટે બોર્ડ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતભરની જેલમાંથી કુલ 50 કેદીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 29 ઉમેદવાર સફળ થયા છે.
Gujarat Board GSEB Result 2022 Live: ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં રાજકોટનો સ્મિત નામનો વિદ્યાર્થી ત્રીજા ક્રમે આવ્યો છે. રાજકોટમાં સ્મિતની શાળા દ્વારા તેનું સન્માન કરવામાં આાવ્યુ હતુ. સ્મિતની સાથે તેની માતાના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્મિતની સહપાઠીઓ દ્વારા પણ સ્મિતને અભિનંદન આપવામાં આવ્યા હતા.
Gujarat Board GSEB Result 2022 Live: શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘાણીએ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પાસ થનારા વિદ્યાર્થીઓને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.
ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષામાં ઉતિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન તેમજ આપના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેકાનેક શુભેચ્છાઓ#GSEB #BoardExamResult #Result2022 pic.twitter.com/dScsa5sSXT
— Jitu Vaghani (@jitu_vaghani) June 4, 2022
Gujarat Board GSEB Result 2022 Live: સામાન્ય પ્રવાહમાં 2544 ગેરરીતિના કેસ નોંધાયા છે. બીજી તરફ 2092 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 25215 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવ્યો છે. 62734 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 84629 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 76449 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મેળવ્યો છે.
Gujarat Board GSEB Result 2022 Live: ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ગુજરાતી માધ્યમનું 87.22 ટકા પરિણામ, જ્યારે અંગ્રેજી માધ્મમનું 86.85 ટકા પરિણામ જાહેર થયુ છે. 3610 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
Gujarat Board GSEB Result 2022 Live: ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95. 41 ટકા પરિણામ જાહેર થયુ છે. તો અમદાવાદ શહેરનું 79.87 ટકા પરિણામ જાહેર. જામનગર જિલ્લાનું 89.39 ટકા પરિણામ જાહેર. વડોદરા જિલ્લાનું સૌથી ઓછુ 76.49 ટકા પરિણામ જાહેર થયુ છે. ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ છે. માત્ર એક જ શાળાનું 10 ટકાથી ઓછું પરિણામ છે.
Gujarat Board GSEB Result 2022 Live: સુરતમાં પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થિનીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓએ પણ પરિણામ જાહેર થયા બાદ મીઠાઇ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી.
Gujarat Board GSEB Result 2022 Live: ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. 28 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થયુ છે.
Published On - 7:57 am, Sat, 4 June 22