Gujarat Assembly Election 2022: ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનો હુંકાર, હા- ગુજરાત અમારી રાજકીય પ્રયોગ શાળા છે અને રૂપાણી સરકારને બદલવાનો નિર્ણય અમારી રણનીતિ

|

May 12, 2022 | 3:07 PM

ભાજપ(BJP) માટે ગુજરાત એક પ્રયોગ શાળા છે. જે પ્રયોગ ગુજરાત(Gujarat)માં સફળ થાય છે એનો અમલ ભાજપ દ્વારા દેશભરમાં લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે એવુ માનવામાં આવે છે.

Gujarat Assembly Election 2022: ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનો હુંકાર, હા- ગુજરાત અમારી રાજકીય પ્રયોગ શાળા છે અને રૂપાણી સરકારને બદલવાનો નિર્ણય અમારી રણનીતિ
BJP National President JP Nadda (File Image)

Follow us on

Gujarat Assembly Election 2022: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટેનાં સમીકરણ અને સોગઠા ગોઠવાવા લાગ્યા છે. રાજ્યમાં મહાનુભાવો અને નેતાઓ સાથે રાજકીય સલાહકારો(Political Analyst)ની પણ વચ્ચે વચ્ચે વાતો વહેતી થઈ ગઈ છે. કોંગ્રેસ(Congress)ના બખાળા જો કે દરેક સમયની જેમ આ વખતે પણ ચાર દિવાલો ફાડીને બહાર આવી ગયા છે. ‘આપ’ પાર્ટી પંજાબમાં મળેલી જીતના સથવારે ગુજરાત(Gujarat)માં કરી બતાડવાની નેમ સાથે શસ્ત્રો સજાવવામાં લાગી છે. આ બધા વચ્ચે કેડરની પાર્ટી ગણાતી ભાજપા(BJP) પોલથી લઈ પબ્લીક સુધી પહોચી ગઈ છે. કુદરતી ગરમી વચ્ચે રાજકીય ગરમી હવે ત્યારે પકડાઈ ગઈ કે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ખુલ્લેઆમ નિવેદન આપી દીધુ કે સમય આવવા પર આખી સરકારના મંત્રીઓને રિપ્લેસ મારી દેવાની રણનીતિ અને હિંમત ભાજપ સરકાર જ ધરાવે છે અને ગુજરાત અમારી રાજકીય પ્રયોગશાળા(Political laboratory) છે કે જ્યાંથી કરેલા પ્રયોગ સફળ થતા તેનો અમલ દેશમાં કરવામાં આવે છે

ગુજરાત અમારી પ્રયોગ શાળા છે : જે પી નડ્ડા

ભાજપ માટે ગુજરાત એક પ્રયોગ શાળા છે. જે પ્રયોગ ગુજરાતમાં સફળ થાય છે એનો અમલ ભાજપ દ્વારા દેશભરમાં લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે એવુ માનવામાં આવે છે. આ ચર્ચાઓ અનેક વાર થઈ છે. જો કે સત્તાવાર રીતે હજુ સુધી આ અંગે કોઈ રાજકીય પાર્ટી દ્વારા નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા આજે આ વાતનો સ્વીકાર કરી લઈને રાજકીય હરીફ પાર્ટીઓને સચેત રહેવા માટેનો સિગ્નલ જામે આપી દીધો છે કે ગુજરાતમાં ભાજપ રાજકીય રીતે કઈ પણ કરી શકે છે.  કમલમ ખાતે યોજાયેલી પ્રેસ કોંફરન્સ માં ગુજરાત માં સરકાર ના થયેલા પરિવર્તન અંગે સવાલ પૂછતાં તેમને કહ્યું હતું કે રૂપાણી સરકાર ને બદલવાનો નિર્ણય રણનીતિ પ્રમાણે નિર્ણય લેવાયો હતો. ગુજરાત અમારી પ્રયોગશાળા છે.

આ નિર્ણય રણનીતિ સાથે પક્ષ દ્વારા કરાયેલો નિર્ણય હતો અને એ દેખાય છે. આવી હિંમત કોણ કરી શકે. માત્ર ભાજપમાં જ એ શક્ય છે. જો કે આ પ્રયોગ કરવા પાછળ નું કારણ કહેવાનું ટાળ્યું હતું. સાથે જ એમ પણ કહ્યું કે લોકો એ કમળ ને જ મત આપ્યો હતો અને આજે પણ કમળની સરકાર છે. એટલે જનતા ભાજપ સાથે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વહેલી ચૂંટણીની વાત નકારી કાઢી

જે પી નડ્ડાએ જણાવ્યુ હતું કે ચૂંટણી વહેલી આવવાનો પ્રશ્ન નથી, અલબત્ત ચૂંટણી જ્યારે આવે ત્યારે એની માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું. અહીં એ વાત નો ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત એ રાજકીય પરિવર્તન અને અનેક પ્રયોગો નો ગુજરાત સાક્ષી રહ્યું છે. ના માત્ર કોંગ્રેસ થી માંડી જનસંઘ, રાજપા તથા ભાજપ નું શાસન જોયું છે. હજૂરીયા ખજૂરીયા કાંડ થી માંડી ને કેશુભાઈ પટેલ, શંકર સિંહ વાઘેલા , નરેન્દ્ર મોદીનો શાસન કાળ, બદલાતી રાજકીય પરિસ્થિતિ, સમયનો બદલાતો પ્રવાહ, ભાજપની વિપક્ષથી માંડી સરકાર સુધીના સફરનું સાક્ષી ગુજરાત રહ્યું છે.

ભાજપને સમયાંતરે જરૂરી સામાજિક અને રાજકીય સૂચનો આપવામાં આવતા હોવાનું માનવામાં આવે છે

બુદ્ધિજીવીઓ દ્વારા ‘ગુજરાત એ હિન્દુત્વ ની લેબોરેટરી ‘ હોવાનો પણ અવારનવાર ઉલ્લેખ કરવામાં આવે છે. જો કે અત્યાર સુધી ક્યારેય પણ કોઇ રાજકીય પાર્ટીએ ગુજરાત માં પ્રયોગ કર્યો હોવાની વાત સત્તાવાર રીતે સ્વીકારી નથી. ત્યારે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા એ સરકાર માં કરાયેલા પરિવર્તન એ એક પ્રયોગ હોવાનું સત્તાવાર રીતે સ્વીકાર કર્યો છે જે આજે ચર્ચા નું કેન્દ્ર બન્યું છે.એમાં પણ ગુજરાતમાં માથે જ્યારે RSS કે જેને ભાજપની થિંક ટેન્ક માનવામાં આવે છે તેનો હાથ હોય ત્યારે રાજકીય ગણિત અને તેના સમીકરણ અલગ જ બેસે તે સ્વાભાવિક છે.

ભાજપ દ્વારા ગુજરાતમાં રાજકીય પ્રયોગો હેઠળ લેવાયેલા નિર્ણય

  1. અલ્પ સંખ્યક સમુદાયમાંથી આવતા કાશીરામ રાણા ગુજરાત ભાજપ અધ્યક્ષ બનાવવા ત્યાર બાદ ભાજપને ગુજરાતમાં સરકાર બનાવવામાં સફળતા મળી
  2. 2001 માં નરેન્દ્રમોદીને ગુજરાતના સુકાની બનાવવામાં આવ્યા કે જે સૌથી વધુ સમય મુખ્યપ્રધાન રહ્યા અને તેમણે ગુજરાતને મોડેલ રાજ્યમાં ઢાળી દીધુ
  3. સી.આર .પાટીલની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક, કોરોના કારણે ગુજરાત માં નિષ્ક્રિય થઈ ગયેલા ભાજપને ફરી એક્શનમાં લાવ્યા, એન્ટી ઇન્કમબસીમાથી ભાજપ તરફી પ્રવાહ રહ્યો, અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતમાં થયેલી તમામ ચૂંટણીમાં ભાજપની જીત
  4. વર્તમાન સમયમાં સરકારમાં પરિવર્તન લાવવામાં આવ્યુ અને સીએમ તરીકેનું સુકાન ભુપેન્દ્ર પટેલને સોંપી દેવામાં આવ્યુ

જો કે જેવો પ્રયોગ ગુજરાતમાં કરવામાં આવ્યો કે તરત જ બીજા રાજ્યમાં આ પ્રયોગ કરવાની દિશામાં કેટલીક ગતિવિધિ પણ થઈ જો કે 2022માં એવા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે કે જેના પર ખુદ વડાપ્રધાન અને કુશળ રણનીતિકાર અમિત શાહની નજર છે. જોવાનું એ રહે છે કે ભાજપની રાજકીય પ્રયોગશાળામાંથી નિકળનારા નિચોડનું પરિણામ ભાજપ અને ગુજરાત માટે કેવુ રહેશે.

Published On - 5:30 pm, Fri, 29 April 22

Next Article