Gujarat: શહેરમાં ભાજપ મજબૂત છે તો ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ વધુ સારી, 2022ની વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે વર્ચસ્વની લડાઈ

|

Mar 27, 2022 | 6:41 PM

2012ની સરખામણીમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મતની ટકાવારી મજબૂત થઈ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49.1% મત મળ્યા હતા, જ્યારે 2012માં તેને 47.9% મત મળ્યા હતા.

Gujarat: શહેરમાં ભાજપ મજબૂત છે તો ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ વધુ સારી, 2022ની વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે વર્ચસ્વની લડાઈ
Symbolic image

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે રાજકીય પક્ષોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માર્ચમાં પૂર્ણ થઈ હતી, તેથી હવે ચૂંટણી પંચ (Election Commission) એ ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)માટે મહત્વની છે. ગુજરાતમાં ભાજપ 6 વખતથી સત્તામાં છે. જયારે કોંગ્રેસ 27 વર્ષથી સત્તાનો વનવાસ ભોગવી રહી છે. 2012ની ચૂંટણીની સરખામણીએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની બેઠકો ચોક્કસપણે ઘટી છે. પરંતુ મતની ટકાવારી (Vote Percentage)માં વધારો થયો છે, જેના કારણે પાર્ટી સંતુષ્ટ જણાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસે 2012ની વિધાનસભાની ચૂંટણી કરતા સારો દેખાવ કર્યો હતો તેથી કોંગ્રેસ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે.

2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે રાજ્યની 55 શહેરી વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 43 બેઠકો જીતી હતી. જ્યારે 127 ગ્રામીણ વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને 71 બેઠકો મળી હતી અને ભારતીય જનતા પાર્ટીને માત્ર 56 બેઠકો મળી હતી. આ રીતે શહેરોમાં ભાજપ વધુ મજબૂત છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ મજબૂત છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોમાં કોંગ્રેસ વધુ મજબૂત છે.

વોટ ટકાવારીમાં ભાજપ મજબૂત થઈ છે

2012ની સરખામણીમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની વોટ ટકાવારી મજબૂત થઈ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49.1% વોટ મળ્યા હતા, જ્યારે 2012માં તેને 47.9% વોટ મળ્યા હતા. જો કે, 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને 59.1 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસનો વોટ શેર 38.9 ટકાથી વધીને 41.4 ટકા થયો છે.આ રીતે કોંગ્રેસ હજુ પણ વોટ શેરમાં ભાજપ કરતા 8 ટકા પાછળ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સૌરાષ્ટ્રમાં વર્ચસ્વની લડાઈ

સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. અગાઉ સૌરાષ્ટ્રમાં માત્ર કોંગ્રેસ જ મજબૂત હતી, પરંતુ હવે ભાજપે પોતાની પકડ મજબૂત કરી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌરાષ્ટ્રમાં 23 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસને 30 બેઠકો મળી હતી.

પેટાચૂંટણીમાં ભાજપની લીડ

ગુજરાતમાં પેટાચૂંટણીમાં ભાજપને લીડ મળી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે માત્ર 99 બેઠકો જીતી હતી, જ્યારે પેટાચૂંટણી બાદ તે વધીને 112 બેઠકો પર પહોંચી ગઈ હતી. બીજી તરફ કોંગ્રેસને 77 બેઠકો મળી હતી જે પેટાચૂંટણી બાદ ઘટીને માત્ર 65 થઈ ગઈ છે. જ્યારે ભારતી ટ્રાઈબલ પાર્ટી પાસે પહેલા 3 સીટો હતી, હવે માત્ર 2 સીટો બચી છે.

આ પણ વાંચોઃ વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું, પણ જીતુ વાઘાણી કહે છે કે માત્ર કોપી કેસ છે, જેને ખોટી રીતે રજૂ કરી યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે

આ પણ વાંચોઃ ગુજરાત કથિત વનરક્ષક પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા

Next Article