ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોનું સસ્પેન્સન રદ કરાયું

|

Sep 28, 2021 | 2:42 PM

ભાજપના સિનિયર ધારાસભ્ય અને  કોંગ્રેસના નેતાઓ વચ્ચે સમજાવટ બાદ કોંગ્રેસના 10 ધારાસભ્યોનું સસ્પેન્સન રદ કરવામાં આવ્યું હતું.તેમજ ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

ગુજરાત(Gujarat)  વિધાનસભા ગૃહમાં કોંગ્રસના(Congress)  સભ્યોએ કોરોના(Corona)  મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ અધ્યક્ષને પ્લે કાર્ડ બતાડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમજ અમુક ધારાસભ્યો વેલ તરફ પણ ઘસી ગયા હતા. જેના પગલે અધ્યક્ષે કોંગ્રેસના 10 ધારાસભ્યોને પ્રશ્નોતરી કાળ દરમ્યાન સસ્પેન્ડ કર્યા હતા.

જો કે તેની બાદ ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું. તેમજ આ દરમ્યાન ભાજપના સિનિયર ધારાસભ્ય અને  કોંગ્રેસના નેતાઓ વચ્ચે સમજાવટ બાદ 10 ધારાસભ્યોનું સસ્પેન્સન રદ કરવામાં આવ્યું હતું.

જો કે  વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ  જણાવ્યું હતું કે કોરોનાકાળમાં રાજ્યમાં લાખો લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો  છે. તેમણે સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, ઓક્સિજન, ડોક્ટર, બેડ આ તમામની અછત અને અભાવના કારણે ગુજરાતમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા અને આ માટે ભાજપની સરકાર જ જવાબદાર છે

માહિતી અધિકાર અધિનિયમથી હેઠળ મળેલી માહિતીના આધારે કોંગ્રેસે દાવો કર્યો છે કે, અત્યાર સુધી કોરોનાથી રાજ્યમાં 3.34 લાખથી વધુ લોકોના મોત થયા છે.ત્યારે સરકાર કોરોનાથી મોતના આંકડા છુપાવી નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો પરેશ ધાનાણીએ ગંભીર આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજૂ ભટ્ટની પોલીસે જૂનાગઢથી ધરપકડ કરી

આ પણ વાંચો : Mehsana : ધરોઇ ડેમની જળસપાટીમાં વધારો, રાજસ્થાનમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી

Next Video