Gujarat માં કોરોનાના નવા 143 કેસ, એક્ટિવ કેસ 608 થયા

|

Jun 10, 2022 | 9:39 PM

ગુજરાતમાં કોરોનાના(Corona) સૌથી વધુ 86 કેસ અમદાવાદમાં  નોંધાયા છે. જ્યારે વડોદરા 18,સુરત 10 , રાજકોટ 08, ગાંધીનગર 10,જામનગર 03, મહેસાણા 03, આણંદ 01, કચ્છ 01, નવસારી 01, સાબરકાંઠા 01, વલસાડ 01 કેસ નોંધાયો છે.

Gujarat માં કોરોનાના નવા 143 કેસ, એક્ટિવ કેસ 608 થયા
Gujarat Corona Update
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)  કેસમાં સતત ત્રીજા દિવસે પણ વધારો નોંધાયો છે. જેમાં રાજ્યમાં 10 જૂનના રોજ નવા 143 કેસ નોંધાયા છે. જેમાં રાજ્યમા કોરોનાનો  સૌથી વધુ 86 કેસ અમદાવાદમાં  નોંધાયા છે. જ્યારે વડોદરા 18,સુરત 10 , રાજકોટ 08, ગાંધીનગર 10,જામનગર 03, મહેસાણા 03, આણંદ 01, કચ્છ 01, નવસારી 01, સાબરકાંઠા 01, વલસાડ 01 કેસ નોંધાયો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 608 થઈ છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.07 એ પહોંચ્યો છે. જ્યારે 51 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે.

જ્યારે જોવા જઇએ તો જેમાં 09 જૂનના રોજ કોરોનાના નવા 117 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ 500ને પાર પહોંચી છે. જો કે રાહતના સમાચાર એ છે કે કોરોનાના લીધે એક પણ મૃત્યુ નોંધાયું નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12, 14, 405  હજારથી વધારે દર્દીઓ કોરોના સામે જંગ જીતી ચુક્યા છે. જ્યારે 10,945 લોકોના કોરોનાથી નિધન થયા છે. રાજ્યમાં પાછલા 15 દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના વઘતા એલર્ટ

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે.. આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એલર્ટ થયુ છે.

AMC તરફથી શહેરીજનોને માસ્ક ફરી ફરજીયાત કરવા સૂચના આપી છે. હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે. આ સાથે વિચારણા કરાઇ રહી છે.. સામાજિક અંતરનું યોગ્ય પાલન કરવા પણ આગામી દિવસોમાં AMC ઝુંબેશ શરૂ કરી શકે છે.

Published On - 9:36 pm, Fri, 10 June 22

Next Article