ગુજરાતમાં કોરોનાના નવા 1059 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 6409એ પહોંચ્યા

|

Aug 03, 2022 | 7:50 PM

ગુજરાતમાં (Gujarat)  કોરોનાના(Corona)  કેસ હજુ યથાવત છે. જેમાં 03 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 1059 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 6409એ પહોંચ્યા છે. જેમાં કોરોના રિકવરી રેટ 98.62 ટકા થયો છે. તેમજ આજે 909 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 1059 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 6409એ પહોંચ્યા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં (Gujarat)  કોરોનાના(Corona)  કેસ હજુ યથાવત છે. જેમાં 03 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 1059 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 6409એ પહોંચ્યા છે. જેમાં કોરોના રિકવરી રેટ 98.62 ટકા થયો છે. તેમજ આજે 909 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 320, વડોદરામાં 96, રાજકોટમાં 84, વડોદરામાં 66, સુરત જિલ્લામાં 38, સુરતમાં 36, મહેસાણામાં 35, અમરેલીમાં 31, રાજકોટ જિલ્લામાં 30, ગાંધીનગર જિલ્લામાં 29, ગાંધીનગરમાં 27, સાબરકાંઠામાં 26, પાટણમાં 21, નવસારીમાં 20, જામનગરમાં 19, ભાવનગરમાં 18, આણંદમાં 17, વલસાડમાં 17, દ્વારકામાં 15, મોરબીમાં 13, બનાસકાંઠામાં 12,ભરૂચમાં 12, કચ્છમાં 12, અરવલ્લીમાં 09, પંચમહાલમાં 08, તાપીમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, ભાવનગરમાં 06, ગીર સોમનાથમાં 04, મહીસાગરમાં 04, જામનગરમાં 03, જૂનાગઢમાં 03, પોરબંદરમાં 03, સુરેન્દ્રનગરમાં 03, દાહોદમાં 02, જૂનાગઢ જિલ્લામાં 02, બોટાદમાં 01, ડાંગમાં 01 અને ખેડામાં 01 કેસ નોંધાયો છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે

જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઇ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઇ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.

Published On - 7:33 pm, Wed, 3 August 22

Next Article