GSEB SSC 10th Result 2022: ધોરણ 10નાં પરિણામમાં વિદ્યાર્થીનીઓએ આપી માત, વિદ્યાર્થીઓ કરતા 11.74 ટકા વધુ પરિણામ

રાજ્યનું ધોરણ 10નું પરિણામ (GSEB SSC 10th Result 2022) જાહેર થયું હતું. પરીક્ષાના પરિણામમાં વિદ્યાર્થીનીઓ બાજી મારી ગઈ હતી છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.

GSEB SSC 10th Result 2022:  ધોરણ 10નાં પરિણામમાં વિદ્યાર્થીનીઓએ આપી માત, વિદ્યાર્થીઓ કરતા 11.74 ટકા વધુ પરિણામ
GSEB SSC 10th Result 2022
| Edited By: | Updated on: Jun 06, 2022 | 9:32 AM

આજે ગુજરાત(Gujarat)રાજ્યનું ધોરણ 10નું પરિણામ (GSEB SSC 10th Result 2022) જાહેર થયું હતું. પરીક્ષાના પરિણામમાં વિદ્યાર્થીનીઓ બાજી મારી ગઈ હતી છોકરાઓ કરતાં છોકરીઓએ(Girls student) 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે. પરિણામ જાહેર થયા બાદ શાળા સંચાલકો દ્વારા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને અભિનંદન આપવામાં આવ્યા હતા. સારા માર્કસથી ઉતીર્ણ થયેલા વિદ્યાર્થી અને વાલીઓમાં હર્ષનો માહોલ જોવા મળ્યો હતો તો જે વિદ્યાર્થીનું અપેક્ષા કરતા નીચું પરિણામ આવ્યું હતું તેઓ સ્વાભાવિક રીતે જ નિરાશ જોવા મળ્યા હતા.

સુરત જિલ્લો રહ્યો અવ્વલ તો પાટણનું પરિણામ ગગડ્યું

ધોરણ 10 બોર્ડનું પરિણામ 65.18 ટકા રહ્યું છે.બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ નોંધાયું હતું.  રેશિયો પ્રમાણે જોઈએ તો  વખતે વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે અને છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ 71.66 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 59.92 ટકા છે.

કેન્દ્ર પ્રમાણે જોઈએ પરિણામ

રાજ્યની 294 શાળાનું 100 ટકા પરિણામ છે. જોકે કેન્દ્ર પ્રમાણે જોઈએ તો, રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ 94.80 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી નીચું 19.17 ટકા પરિણામ આવ્યું છે. તો 30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી 1 હજાર 7 શાળાઓ છે. ગ્રેડની વાત કરીએ તો, રાજ્યમાં કુલ 12 હજાર 90 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 52 હજાર 992 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 93 હજાર 602 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, 1 લાખ 30 હજાર 97 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 1 લાખ 37 હજાર 657 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 73 હજાર 114 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ અને 4 હજાર 146 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે.