Gandhinagar : દારૂના નશામાં ભાન ભૂલેલા પતિની પત્ની અને પુત્રીએ હત્યા કરી, જાણો સમગ્ર વિગતો

ગાંધીનગરના(Gandhinagar)કોલાવાડમાં પતિ ઘનશ્યામ પટેલ દારૂના નશાની કુટેવમાં ભાન ભુલી 15 વર્ષની દીકરી પર દાનત બગાડી તેનો હાથ પક્ડયો હતો.જેનીબાદ દિકરીએ હાથ છોડવા માટે પિતાને ગળાના ભાગે કટર ફેરવી દીધુ હતુ..

Gandhinagar : દારૂના નશામાં ભાન ભૂલેલા પતિની પત્ની અને પુત્રીએ હત્યા કરી, જાણો સમગ્ર વિગતો
Gandhinagar Husband Murder Case
| Edited By: | Updated on: Jun 25, 2022 | 5:18 PM

ગાંઘીનગર (Gandhinagar) કોલવડા ગામમાં દારૂના નશામાં ભાન ભૂલેલા પતિની(Husband) પત્ની અને પુત્રીએ હત્યા (Murder) કરી છે. આ પ્રકરણમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં પત્નીએ શરીર સુખનો ઇનકાર કરતાં પતિ ઘનશ્યામ પટેલે દિકરી પર નજર બગાડી હતી.જેને લઇ મા-દિકરીએ માથામાં ઘા મારી ગળે કટર ફેરવી હત્યા કરી દીધી.પેથાપુર પોલીસે ગુનો નોધી મા-દિકરી અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસ કસ્ટડીમાં જોવા મળતી મહિલા રિશીતા પટેલએ પોતાના પતિની હત્યા કરી છે.હત્યા કરવા પાછળનુ કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.જેમાં પત્ની રિશીતાએ પોલીસ સમક્ષ થિયરી રજૂ કરી છે કે ગઇ કાલે પતિ દિકરી ઘરમાં હોવા છતાં શરીરસુખની કરવાની જીદ્દ પકડી હતી.

હત્યાકાંડ થિયરી તપાસવા પોલીસે રિશીતા પટેલની ઉલટ તપાસ કરી

જેનો ઇન્કાર કરતા પતિએ દિકરી પર દાનત બગાડી હતી.જેમાં પતિ ઘનશ્યામ પટેલ દારૂના નશાની કુટેવમાં ભાન ભુલી 15 વર્ષની દીકરી પર દાનત બગાડી તેનો હાથ પક્ડયો હતો.જેનીબાદ દિકરીએ હાથ છોડવા માટે પિતાને ગળાના ભાગે કટર ફેરવી દીધુ હતુ..ત્યાર બાદ રિશીતા પટેલે દસ્તા વડે માથાના ભાગે ધા ઝીંકી હત્યા કરી દીધી હતી.જે ઘટના હત્યાકાંડ થિયરી તપાસવા પોલીસે રિશીતા પટેલની ઉલટ તપાસ કરી છે અને તેના ફોનના સીડીઆર મંગાવ્યા છે

અમદાવાદ ચાંદખેડા તેની માતા સાથે રહેવા જતી રહી હતી

પોલીસ તપાસમાં ગાંધીનગરના કોલવડાનો ઘનશ્યામ પટેલ વર્ષો પહેલાં ગાંધીનગર જિલ્લા પંચાયત પાસે ગેરેજ ચલાવતો હતો.જેણે મૂળ ખેડા જિલ્લાનાં માતરની વતની રિશિતા સાથે આશરે સત્તર વર્ષ અગાઉ પ્રેમ લગ્ર કર્યા હતા.પરંતુ ઘનશ્યામ શરૂઆતથી દારૂ પીવાની ટેવવાળો તેમજ શંકાશીલ સ્વભાવનો હોવાથી રોજબરોજ ઘર કંકાસ થતો રહેતો હતો.આ દરમિયાન રિશીતાએ દિકરીને જન્મ આપ્યો હતો. જેની હાલમાં 15 વર્ષની ઉંમર છે અને ઘોરણ-9માં અભ્યાસ કરે છે.રોજબરોજના ઘર કંકાસ અને મારઝૂડના કારણે રિશીતા દિકરીને લઇ છેલ્લા અઢી વર્ષથી અમદાવાદ ચાંદખેડા તેની માતા સાથે રહેવા જતી રહી હતી.

જોકે ઘનશ્યામએ થોડા સમયથી દારૂ પીવાનું બંધ કરી દીધું હોવાનુ જાણવા મળ્યુ હતુ જેને લઇ રિશીતા દિકરીને લઇ અઠવાડિયાથી સાથે રહેવા આવ્યા હતા.પરંતુ સ્વભાવ એગ્રસિવ થઇ ગયો હતો અને બળજબરી રિશીતાને સેક્સ્યુઅલ એબયુઝ કરતો હોવાનુ સામે આવ્યુ છે.

પેથાપુર પોલીસે પત્ની રિશીતા પટેલની ધરપકડ કરી રિમાન્ડ મેળવામાં આવ્યા છે..જેમાં રિશીતાની થિયરી ઉપર તપાસ કરવામાં આવી રહી છે..પરંતુ રિશીતા છેલ્લા અઢી વર્ષથી રિસાઇને રહેતી હોવાથી તેની સાથે કોણ કોણ સંપર્કમાં હતુ તેના ફોનના સીડીઆર પણ મંગાવ્યા છે.ત્યારે આ પ્રકરણમાં બીજા કોઇની સંડોવણી છે કે નહી તે જાણવા વઘુ તપાસ શરૂ કરી છે.