પાણીએ કોઈ પણ માણસની પ્રાથમિક જરૂરિયાત છે. કલોલમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીનો પ્રશ્ન છે. પાણીના પ્રશ્ન અંગે કલોલના નાગરિકોએ નગરપાલિકા પ્રમુખ શૈલેષ પટેલને રજૂઆત કરી. જોકે સરકારમાંથી પરિપત્ર આવ્યો હોવાનું કહી વિવિધ બહાનાઓ આપ્યા હતા. નર્મદામાં ભરાયેલા પાણીનું સુદ્ધિકરણ કરી પાણી આપવામાં આવતું હોવાથી ઓછો જથ્થો આવતો હોવાનું જણાવ્યુ હતું. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતી છે. લોકોએ ધારાસભ્ય બકાજી ઠાકોરને પણ આ બાબતે રજૂઆત કરી હતી.
પહેલી સમસ્યા તો એ છે કે પાણીનો પુરવઠો સમયસર મળી રહેતો નથી અને જો પાણી મળે તો આ પાણી ડહોળું આવે છે. આ જ પ્રકારે સ્થાનિકો આ સમસ્યાને લઈ મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં ડહોળાયેલુ પાણી આવી રહ્યું હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. છતા આ અંગે કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી.
કલોલમાં આ પીવાના પાણીને લઈને નગરજનોને મોટો પ્રશ્ન છે. કારણ કે હાલમાં જે પાણી આવે છે તે વાપરવામાં ઉપયોગ લેવા અંગે પણ સંકટ છે. આ પાણીથી ચામડીને લગતા ઘણા રોગ થવાની આશંકા છે.
ધારાસભ્યને આ અંગે રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી તો નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવા જણાવ્યું. ધારાસભ્ય બકાજી ઠાકોરે કહ્યું કે પહેલા તમે રજૂઆત કરો પછી હું વાત કરું. આ સાથે જ સ્થાનિકોએ અનેક વાર રજૂઆત કરી છતા કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા સ્થાનિકો રોષે ભરાયા છે. શાસકો ફક્ત લોકાર્પણ કરીને ખુસી માણિ રહ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. પરંતુ સ્થાનિકોની મુશ્કેલી એચએએલ કરવા માટે સમય નહીં હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં કલોલના સ્થાનિકોની એક જ માગ છે કે વહેલી તકે પાણીનો જરૂર પૂરતો પુરવઠો પૂરો પાડવામાં આવે અને શુદ્ધ પાણી આપવામાં આવે જેથી કરી આ પાણી લોક ઉપયોગી બની શકે.