Gandhinagar: આજે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ધમધમશે માર્કેટિંગ યાર્ડ, મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે થશે ખરીદી

|

Oct 29, 2022 | 7:54 AM

ખરીફ ઋતુમાં મગફળી (Ground nut), મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે રાજ્યમાં વિવિધ 160 ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવાનું સઘન આયોજન કરાયું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે.

Gandhinagar: આજે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ધમધમશે માર્કેટિંગ યાર્ડ, મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે થશે ખરીદી
કૃષિ મંત્રી કરાવશે ખરીદીનો પ્રારંભ

Follow us on

સાત થી આઠ દિવસના વેકેશન બાદ હવે માર્કેટિંગ યાર્ડ ખૂલતા આજે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કરશે. આજથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવશે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલ રાજકોટથી ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. સરકાર દ્વારા સતત 90 દિવસ સુધી ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવશે. જેમણે માર્કેટિંગ યાર્ડમાં નોંધણી કરાવી છે તેવા ખેડૂતોને ક્રમાનુસાર ટેલીફોનિક કે SMSથી જાણ કરાશે અને પાકની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ 5850 મગનો 7755, અડદનો 6600 અને સોયાબિનનો 4300 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ 2022-23 માં ગુજરાતમાં મગફળીના 9,97,000 મે.ટન, મગના 9588 મે.ટન, અડદના 23,872 મે.ટન અને સોયાબિનના 81,820 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર દ્વારા સમયસર મંજૂરી આપવામાં આવી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે રાજ્યમાં વિવિધ 160 ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવાનું સઘન આયોજન કરાયું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે. નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS દ્વારા અથવા ટેલીફોનીક જાણ કરવામાં આવશે. જાણ કરાયેલા ખેડૂતોએ નિયત ખરીદ કેન્દ્ર ખાતે પોતાની જણસના ટેકાના ભાવે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. વેચાણ કરેલ જણસનું ખેડૂતોને ચૂકવણું સીધુ તેમના ખાતામાં જમા કરવામાં આવશે. લાભપાંચમે 29 ઓકટોબર- 2022 થી કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મુહૂર્ત સ્વરૂપે રાજકોટ ખાતે સમગ્ર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવશે.

Published On - 7:35 am, Sat, 29 October 22

Next Article