રાજ્યના સરકારી તબીબોની હડતાળનો 5માં દિવસે સુખદ અંત, તબીબોની માંગણીઓ સંદર્ભે કરાયેલી જોગવાઇઓનું ઝડપી અમલીકરણ કરાશે : આરોગ્ય મંત્રી

|

Apr 08, 2022 | 6:33 PM

આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, ગઇકાલે સરકારી ડૉકટર્સના પ્રશ્નો સંદર્ભે માંગણીઓ સ્વીકારીને રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 4 થી 5 બાબતો અંગે તબીબોને મુંઝવણ હતી. જેને વિગતવાર ચર્ચા કરી તબીબો સાથે પરામર્શ કરીને દૂર કરવામાં આવી છે.

રાજ્યના સરકારી તબીબોની હડતાળનો 5માં દિવસે સુખદ અંત, તબીબોની માંગણીઓ સંદર્ભે કરાયેલી જોગવાઇઓનું ઝડપી અમલીકરણ કરાશે : આરોગ્ય મંત્રી
Gandhinagar: The strike of government doctors of the state ended on the 5th day

Follow us on

ગાંધીનગર : રાજ્યના સરકારી તબીબો (Doctors) દ્વારા આરોગ્ય વિષયક માંગણીઓને મુંઝવતા પ્રશ્નો સંદર્ભે કરવામાં આવેલી હડતાળનો (Strikes) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યના સરકારી તબીબો અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે પરામર્શ કરીને સુખદ અંત લાવવામાં આવ્યો છે. રાજ્યની આરોગ્ય સેવાઓને અવિરત કાર્યરત રાખી ગુજરાત ગવર્નમેન્ટ ડૉકટર્સની માંગણીઓ સંદર્ભે કરાયેલી જોગવાઇઓનું ઝડપી અમલીકરણ કરવામાં આવશે તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

એડહૉક સેવા વિનિયમિત કરી સળંગ ગણવાના પ્રથમ તબક્કામાં 92 અને 22 તબીબી શિક્ષકોના હુકમ 30મી એપ્રિલ સુધીમાં કરવામાં આવશે

આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, ગઇકાલે સરકારી ડૉકટર્સના પ્રશ્નો સંદર્ભે માંગણીઓ સ્વીકારીને રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 4 થી 5 બાબતો અંગે તબીબોને મુંઝવણ હતી. જેને વિગતવાર ચર્ચા કરી તબીબો સાથે પરામર્શ કરીને દૂર કરવામાં આવી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

જી.એમ.ઇ.આર.એસ.તબીબોને ન્યુ પેન્શન સ્કીમ ઉપરાંત C.A.S. તથા ટીકુ કમીશનનો લાભ 30 જૂન સુધીમાં આપવામાં આવશે, આરોગ્ય વિભાગ દ્વારા એડહોક ટ્યુટરો અને ડેન્ટલ ટ્યુર્સને 7 માં પગારપંચનો લાભ આપવા અલાયદી દરખાસ્ત કરવામાં આવી

મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે જણાવ્યું કે, તબીબોની એડહૉક સેવા વિનિયમિત કરી સળંગ ગણવાના પ્રથમ તબક્કામાં 92 અને 22 તબીબી શિક્ષકોના હુકમ 30મી એપ્રિલ સુધીમાં કરવામાં આવશે. જી.એમ.ઇ.આર.એસ.ના તબીબોને ન્યુ પેન્શન સ્કીમના લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે ઉપરાંત તબીબોને C.A.S. (કેરી પર એડવાન્સમેન્ટ સ્કીમ) તથા ટીકુ કમીશનનો લાભ 30 જૂન સુધીમાં આપવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા એડહોક ટ્યુટરો અને ડેન્ટલ ટ્યુર્સ ને 7 માં પગારપંચ નો લાભ આપવામાં હકારાત્મક અભિગમ દાખવીને અલાયદી દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્યના દંતશિક્ષકો અને આયુષના શિક્ષકો, વૈધો માટે N.P.A. માટે અલગથી વિચારણા કરવામાં આવશે.

મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, તબીબોની માંગણીઓનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરીને નિયતસમયમર્યાદામાં નિરાકરણ લાવવા સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા છે. હડતાળ સમેટાયા બાદ ગુજરાત મેડિકલ ટીસર્ચ એસોશિએશનના પ્રમુખ ડૉ. રજનીશ પટેલે મીડિયા સમક્ષ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની સરકારે રાજ્યના તબીબો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ માંગણીઓનો સ્વીકાર કર્યો છે. જે બદલ રાજ્યના તમામ તબીબો વતી સરકારનો પટેલે આભાર માન્યો હતો. આરોગ્યમંત્રીના હ્યદયસ્પર્શી અભિગમ અને કોઠાસૂઝના પરિણામે રાજ્યના તબીબોની માંગણીઓને ન્યાય મળ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.

આ પણ વાંચો :રાજકોટ ડેરીને ઇન્કમટેક્સ વિભાગે 173 કરોડની નોટિસ ફટકારી, ડેરીના ચેરમેને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહને કરી રજૂઆત

Surat : કોર્પોરેશનના શિક્ષકોએ ગ્રેડ પેના ઝડપી અમલ માટે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું

Published On - 6:32 pm, Fri, 8 April 22

Next Article