Gandhinagar : ગુજરાત સરકારે ગૃહમાં અદાણી પાવર પાસેથી ઉંચા ભાવે વીજ ખરીદી અંગે આપ્યો આ ખુલાસો

|

Mar 04, 2023 | 11:42 PM

Gandhinagar : ગુજરાત સરકારે ગૃહમાં અદાણી પાવર પાસેથી ઉંચા ભાવે વીજ ખરીદી અંગે ખૂલાસો આપ્યો હતો. સરકારે જણાવ્યુ કે વીજ કરાર થયા છતા સરકારે અદાણી પાવર પાસેથી ઉંચા ભાવે વીજળી ખરીદી. પ્રતિ યુનિટ 2.89 અને 2.35 એ વીજ કરારની વીજળી 8.83 સુધીમાં ભાવ અપાયા.

Gandhinagar : ગુજરાત સરકારે ગૃહમાં અદાણી પાવર પાસેથી ઉંચા ભાવે વીજ ખરીદી અંગે આપ્યો આ ખુલાસો

Follow us on

અદાણીને લઇ સમગ્ર દેશમાં હોબાળો મચેલો છે ત્યારે ગુજરાત સરકાર અને અદાણીને લઈ વધુ એક વિવાદ સામે આવ્યો છે. વિધાનસભા પ્રશ્નોતરીમાં સરકારે સ્વીકાર કર્યો છે કે અદાણી સાથે વીજ ખરીદીના કરાર પ્રતિ યુનિટ 2.89 અને 2.35 રૂપિયાના થયા હોવા છતાં રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં 8.85 રૂપિયા સુધીના ઊંચા ભાવે વીજળી ખરીદી કરી છે. સાથે જ સરકારે ખુલાસો પણ કર્યો છે કે કેન્દ્ર સરકારની મધ્યસ્થી અને આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ઊંચા ભાવના કારણે અદાણી પાસેથી ઊંચા ભાવે વીજળી ખરીદી કરી છે.

વીજ ખરીદીના ભાવ નક્કી થયા હોવા છતાં ગુજરાત સરકારે ઊંચા ભાવે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી હોવાનું ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના જામ જોધપુર ના ધારાસભ્ય હેમંત આહિરે કરેલ પ્રશ્નમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે સરકારે 2007 માં અદાણી પાવર સાથે થયેલા બીડ-1 માં રૂપિયા 2.89 અને બીડ-2 માં રૂપિયા 2.35 પ્રતિ યુનિટ વીજ ખરીદીના કરારો 25 વર્ષ માટે કરવામાં આવ્યા હતા.

જો કે છેલ્લા બે વર્ષમાં કરાર મુજબ વીજળી ખરીદવાને બદલે રાજ્ય સરકારે વધારે રકમ આપી વીજળીની ખરીદી કરી છે. 2021 માં રાજ્ય સરકારે અદાણી પાવર પાસેથી 5584 મિલિયન યુનિટ વીજ ખરીદી પ્રતિ યુનિટ એનર્જી ચાર્જ રૂ 2.83 થી રૂ 5.40 સુધી એનર્જી ચાર્જ ચૂકવી કરી હતી. જ્યારે વર્ષ 2022 માં 6007 મિલિયન યુનિટ વીજળી ની ખરીદી રૂ 5.57 થી રૂ 8.85 ચૂકવી કરી હતી. રાજ્ય સરકારે વર્ષ 2021 મા અદાણી પાવર પાસે 672 કરોડની જ્યારે વર્ષ 2022મા અદાણી પાવર પાસે રૂ 1247 કરોડ ની વીજળી ખરીદી હતી.

પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક

આ પણ વાંચો: Gandhinagar: રાજ્ય ઉપર કુલ 3,20,812 કરોડનું દેવુ, વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈનો લેખિતમાં સ્વીકાર

ઊંચા ભાવે ખરીદી બાદ બચાવ

રાજ્ય સરકારે ઉંચા ભાવે અદાણી પાવર પાસે વીજળી ખરીદી કર્યા બાદ બચાવ કર્યો છે. સરકારે લેખિત જવાબ આપતા જણાવ્યું કે વીજ પ્રોજેક્ટ આયાતી કોલસા આધારિત હોઇ, વર્ષ 2011 પછી ઈન્ડોનેશિયા માંથી મેળવવામાં આવતા કોલસાના ભાવમાં અનિર્ધારીત વધારો થવાના કારણે અદાણી પાવર કંપની દ્વારા પૂર્ણપણે વીજ ઉત્પાદન કરવામાં આવતું ન હતું.

જેને ધ્યાને લઇ રાજ્ય સરકારે હાઈ પાવર કમિટીની રચના કરી તેની ભલામણોને આધારે વીજ ખરીદીના દરોમાં વધારો મંજુર કરવામાં આવેલ અને ડિસેમ્બર 2018 મા રાજ્ય સરકારે સપ્લિમેન્ટ કરાર કર્યા હતા. ત્યારબાદ 17-10-21 થી 5-11-21 દરમિયાન આંતરરાષ્ટ્રીય ભાવના વધારાના કારણે રૂ 4.50 પ્રતિ યુનિટ ફિક્સ ચાર્જ તથા કેપેસિટી ચાર્જ ના દરે વીજળી ખરીદવાનો નિર્ણય થયો હતો.

Next Article