Gandhingar: રાજ્ય સરકારે 18 કંપની સાથે 9,852 કરોડના કર્યા MOU, 10,800 રોજગારી ઉભી થવાનો અંદાજ

|

Feb 20, 2023 | 8:54 PM

Gandhinagar: રાજ્ય સરકારે 18 કંપની સાથે 9852 કરોડના MOU કર્યા છે. આ રોકાણ દ્વારા 10,800 રોજગારી ઉભી થવાનો અંદાજ છે. જેમા દહેજમાં એશિયન પેઈન્ટ્સ 2100 કરોડનું મૂડી રોકાણ કરશે. જ્યારે વડોદરા મેનકાઈન્ડ લાઈફસાયન્સ પ્રાઈવેટ લિમીટેડ 1100 કરોડનું રોકાણ કરશે.

Gandhingar: રાજ્ય સરકારે 18 કંપની સાથે 9,852 કરોડના કર્યા MOU, 10,800 રોજગારી ઉભી થવાનો અંદાજ

Follow us on

ગુજરાત ઉદ્યોગ ફ્રેન્ડલી રાજ્ય હોવાનો વધુ એક પુરાવો એક જ દિવસમાં 9852 કરોડના એમઓયુ થકી જોવા મળ્યો છે. રાજ્ય સરકારે ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના હેઠળ રાજ્યના અલગ-અલગ સ્થળોએ ઉદ્યોગ રોકાણકારો માટે એક જ દિવસમાં 18 એમઓયુ કર્યા. એમઓયુથી રાજ્યમાં 11 હજાર રોજગારીની તકો ઉભી થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

એક જ દિવસમાં 18 કંપની સાથે 9852 કરોડના MOU

રાજ્યમાં જ્યારે વાયબ્રન્ટ ગુજરાત યોજાતી હતી, ત્યારે એક જ દિવસમાં એક કરતાં વધારે કંપનીઓ સાથે લાખો કરોડના એમઓયુ થતા હતા, જો કે આજે રાજ્ય સરકારે એક જ દિવસમાં ઐતિહાસિક અલગ અલગ 18 કંપનીઓ સાથે 9,852 કરોડના એમઓયુ કર્યા છે. જેમાં સુરતના પલસાણા તાલુકાના ઝોલવા ગામે 2533 કરોડના મૂડી રોકાણ ગાર્ડન સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાયા છે. જેઓ સંપૂર્ણ દોરેલા યાર્ન, ડ્રો ટેક્સ્ચ્યુરાઈઝડ યાર્ન, પોલિસ્ટર ચીપ્સ, પી ઈ ટી ચીપ્સનું ઉત્પાદન કરશે. આ પ્લાન્ટથી સંભવિત 1400 કરતા પણ વધારે લોકોને રોજગારી મળશે.

દહેજમાં એશિયન પેઈન્ટ્સ 2100 કરોડનું રોકાણ, વડોદરામાં VMV 1100 કરોડનું રોકાણ કરશે

આ સિવાય ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એશિયન પેઇન્ટ્સ 2100 કરોડનું મૂડી રોકાણ કરશે. જ્યાં VMVના ઉત્પાદનનો પ્લાન્ટ શરૂ કરશે, જેમાં 350 કરતા પણ વધારે રોજગારીની તકો ઊભી થશે. તો વડોદરામાં મેનકાઈન્ડ લાઈફસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ 1100 કરોડનું રોકાણ કરશે અને ત્યાં એક હજારથી વધારે લોકોને રોજગારી પ્રાપ્ત થશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં થયેલ બહુવિધ એમઓયુ માં મેન્યુફેક્ચરિંગ, કેમિકલ્સ એન્ડ એગ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને ફાર્મ ઇક્વિપમેન્ટ, હાઈડ્રોજન, ઇલેક્ટ્રીક ઓટોરિક્ષા સહિતના વિવિધ ક્ષેત્રોમાં રોકાણો માટે એમઓયુ થયા..

18 એમઓયુ પૈકી એક મહત્વપૂર્ણ એમઓયુ હાઇડ્રોજન મિશન 2022 હેઠળ રાજ્ય સરકારે કર્યો. જેમાં ગ્રીનઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ એ 500 કરોડના એમઓયુ કર્યા. તેમના દ્વારા સાણંદમાં દેશનો સૌપ્રથમ અને સૌથી મોટો હાઈડ્રોજન પ્લાન બનાવવામાં આવશે. ઇલેક્ટ્રોનાઇઝર થી ગ્રીન હાઈડ્રોજન તૈયાર થાય એ પ્રકારના પ્લાન બનાવવાના એમઓયુ કરવામાં આવ્યા.

આ પણ વાંચો: Breaking News: O.P. Kohli Death: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન

18 એમઓયુ થકી વિવિધ ઉદ્યોગ જૂથો વડોદરામાં 3, અમદાવાદના ભાયલામાં 2, સાણંદમાં 2, ભરૂચના દહેજ, સાયખા અને પાલેજમાં 4, સુરતના પલસાણાને સચિનમાં 2, કચ્છમાં 1 અને સાબરકાંઠાના હિંમતનગરમાં 2 ઉદ્યોગો આગામી 2025 સુધી તેમનું પ્રોડક્શન શરૂ કરશે.

Next Article