Gandhinagar: રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય, ઉત્તર ગુજરાતના બે તાલુકાના 74 તળાવોને પાણીથી ભરવામાં આવશે

|

May 14, 2023 | 7:22 PM

Gandhinagar: રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે વધુ ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય લીધો છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણી માટે કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાને રાખી ઉત્તરગુજરાતના બે તાલુકાના 74 તળાવોને સાબરમતી જળાશય ધરોઈ બંધના પાણીથી ભરવામાં આવશે.

રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર ખેડૂતોના હિતલક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂતોને સિંચાઈના પાણી માટે મુશ્કેલી ન પડે તેને ધ્યાને રાખી ઉત્તર ગુજરાતના બે તાલુકાના 74 તળાવોને સાબરમતી જળાશય ધરોઈ બંધના પાણીથી ભરવામાં આવશે. આ તળાવો ભરવાથી 5800 હેક્ટર જમીનમાં ખેતી કરતા 2700 ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. 317 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 118 કિલોમીટર લંબાઈની પાઈપલાઈન તળાવો અને ચેકડેમ ભરવા માટે નાખવામાં આવશે.

ઉત્તર ગુજરતના 74 તળાવોને ભરવાનો નિર્ણય

ઉત્તર ગુજરાતના બે તાલુકા જેમાં સતલાસણા અને ખેરાલુના 53 ગામોના તળાવો અને ચેકડેમ મળી કુલ 74 તળાવો, ચેકડેમ સાબરમતી જળાશયથી ભરવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ખાતે સાબરમતી નદી પર બાંધવામાં આવેલા ધરોઈ બંધના કમાન્ડ એરિયાની ભૌગોલિક સ્થિતિ મુજબ આ બે તાલુકાના 37 ગામનો સમાવેશ કમાંડ એરિયામાં થઈ શક્યો નથી. આ તાલુકાઓના ખેડૂતો મુખ્યત્વે પશુપાલન અને ખેતી આધારિત રોજગારી મેળવે છે.

આ વિસ્તારમાં વરસાદની અનિયમિતતાના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ઊંડા ઊતરી ગયા છે. એટલું જ નહિ, સિંચાઇ અને પશુપાલન માટે તેમને પૂરતું પાણી મળી શકતું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ માટે આ વિસ્તારોના ખેડૂતો અને આગેવાનોએ કરેલી રજૂઆતોનો તેમણે સકારાત્મક અને સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

317 કરોડના ખર્ચે 118.14 કિમી લાંબી પાઈપલાઈન નખાશે

મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ધરોઈ બંધના પાણીના આ બે તાલુકાના ગામોમાં ઉપયોગ માટે નવીન પાઈપલાઈન નાખીને ખેરાલુ તથા સતલાસણા તાલુકાના તળાવો ભરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેરાલુ અને સતલાસણા તાલુકાના આશરે 53 ગામોના તળાવો અને 8 ચેકડેમને સીધા જોડાણથી તથા 8 તળાવો અને 5 ચેકડેમને પરોક્ષ રીતે એમ કુલ 74 તળાવો-ચેકડેમ દ્વારા 5808 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપી શકાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં પાક નુકસાની સરવેને લઈ કિસાન કોંગ્રેસના સવાલ, નુકસાની થઈ તેવા ખેડૂતો યાદીમાંથી બાકાત હોવાના આક્ષેપ, જુઓ Video

આ હેતુસર વિસ્તરણ પાઈપલાઈન સાથે કુલ 118.14 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવામાં આવશે તથા બે તાલુકાના 2700 થી વધુ ખેડૂતોને સિંચાઈ સુવિધા આપવાના આયોજન માટે રાજ્ય સરકાર 317 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ તળાવો ધરોઈ બંધના પાણીથી તબક્કાવાર ભરવા માટે કુલ 400 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો આ જળાશયમાંથી લેવામાં આવશે.

ગુજરાત સહિત  ગાંધીનગર શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article