Gandhinagar: સરખેજ- ગાંધીનગર હાઇવે પરના સરગાસણ બ્રિજને ખુલ્લો મુકાયો

|

Aug 07, 2021 | 2:20 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉજવણીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. જેમાં તેમણે ગાંધીનગરના સરગાસણ ખાતે નવનિર્મિત ફલાયઓવર બ્રીજને ખુલ્લો મૂક્યો હતો. રૂપિયા 35 કરોડના ખર્ચે આ ફ્લાયઓવર બ્રીજ નિર્મિત કરવામાં આવ્યો છે.

ગુજરાત(Gujarat) માં રૂપાણી સરકાર તેના પાંચ વર્ષના શાસનની ઉજવણી કરી રહી છે. જે અંતર્ગત શનિવારે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સીએમ રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે વિકાસ દિવસ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)પણ ઉજવણીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. જેમાં તેમણે ગાંધીનગરના સરગાસણ(Sargasan)  ખાતે નવનિર્મિત ફલાયઓવર બ્રીજને ખુલ્લો મૂક્યો હતો. રૂપિયા 35 કરોડના ખર્ચે આ ફ્લાયઓવર બ્રીજ નિર્મિત કરવામાં આવ્યો છે. આ ફલાય ઓવર બ્રિજ બનતા જ સરખેજ ગાંધીનગર રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર મુસાફરી કરનારા લોકોને નવી સુવિધા મળી છે.

 

આ પણ વાંચો : IND vs ENG: રોહિત શર્મા ન કરી શક્યો એ કામ વિદેશમાં કેએલ રાહુલે કર્યું, ઓપનર તરીકે પોતાની કાબેલિયત સાબિત કરી

આ પણ વાંચો : Rajkot : રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ પર સરકારનું કડક વલણ, ડોકટરો આક્રમક મૂડમાં

Published On - 2:18 pm, Sat, 7 August 21

Next Video