Gandhinagar: રાજ્યમાં નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂપિયા 683 કરોડની મંજૂરી અપાઇ

|

Oct 13, 2022 | 4:32 PM

ગુજરાતના (Gujarat) કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ(Rajendra Trivedi)જણાવ્યુ છે કે, કોર્ટ બિલ્ડીંગ(Court Building) તથા ન્યાયિક અધિકારીઓ અને કર્મચારીઓના સ્ટાફ કવાર્ટસ માટે છેલ્લા એક વર્ષમાં ન્યાયતંત્રને માળખાકીય સુવિધા મળી રહે તે માટે નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ કુલ રૂપિયા 683.30 કરોડની વહીવટી મંજૂરી તાજેતરમાં આપવામાં આવી છે.

Gandhinagar: રાજ્યમાં નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂપિયા  683 કરોડની મંજૂરી અપાઇ
Gujaerat Law Minister Rajendra Trivedi
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના (Gujarat) કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ(Rajendra Trivedi)જણાવ્યુ છે કે, કોર્ટ બિલ્ડીંગ(Court Building) તથા ન્યાયિક અધિકારીઓ અને કર્મચારીઓના સ્ટાફ કવાર્ટસ માટે છેલ્લા એક વર્ષમાં ન્યાયતંત્રને માળખાકીય સુવિધા મળી રહે તે માટે નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે વિભાગની ચાલુ વર્ષની રૂપિયા 1740 કરોડની કુલ બજેટ જોગવાઈ સામે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા 683.30 કરોડની વહીવટી મંજૂરી તાજેતરમાં આપવામાં આવી છે. તેમણે કહ્યુ કે, અંદાજીત રૂપિયા 100 કરોડના ખર્ચે રાજયના વિવિધ તાલુકા–જીલ્લા મથકોએ બહુમાળી પ્રકારના કોર્ટ બિલ્ડીંગ તૈયાર થયા છે, જેમા ખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા, રાજપીપળા, ગાંધીધામ, આંકલાવ, વડોદરા જીલ્લાના દેસર તેમજ પંચમહાલ જીલ્લાના હાલોલ કોર્ટ બિલ્ડીંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજયના વિવિધ-17 જીલ્લા- તાલુકા મથકે કુલ રૂપિયા 435 કરોડના ખર્ચે કોર્ટ બિલ્ડીંગ તૈયાર થનાર છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ અને ભાવનગર જિલ્લા કોર્ટ બિલ્ડિંગના નિર્માણની મંજૂરીનો સમાવેશ

જેમાં ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, સુત્રાપાડા, રાજકોટ જિલ્લાના ભાયાવદર, ફેમીલી કોર્ટ અમદાવાદ, કડાણા, ગોધરા, ઉમરાળા, ટંકારા, સાણંદ, માંડલ, હિંમતનગર, છોટાઉદેપુર જિલાના કવાંટ, તાપી જિલ્લાના ઉચ્છલ, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, દાહોદ જિલ્લાના ઝાલોદ અને ભાવનગર જિલ્લા કોર્ટ બિલ્ડિંગના નિર્માણની મંજૂરીનો સમાવેશ થાય છે.

કર્મચારીઓના રહેણાંક મકાનોના બાંધકામ તૈયાર કરવામાં આવશે

મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર ન્યાયાલયો સાથે ન્યાયાધીશો તથા સ્ટાફની પણ ચિંતા કરે છે. તેમને પણ આધુનિક અને વ્યવસ્થિત આયોજનયુક્ત સુવિધા પુરી પાડવા માટે સરકાર સુસજ્જ છે. જેથી વિવિધ 20 તાલુકા-જીલ્લા મથક ખાતે ન્યાયાધિશો તથા સ્ટાફને રહેઠાણની સુવિધા પૂરતા પ્રમાણમાં મળે તે માટે કુલ રૂપિયા 57 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં સિદસર, રાજકોટ, સિનોર, ધોળકા, માંડલ, કડાણા, ગોધરા, પ્રાંતિજ, ઉચ્છલ, કરજણ, ડભોઈ, દેદિયાપાડા, થરાદ અને હિંમતનગર ખાતે ન્યાયિક અધિકારી તથા કર્મચારીઓના રહેણાંક મકાનોના બાંધકામ તૈયાર કરવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ બદલી થઈને આવેલ ન્યાયાધીશોને તાત્કાલીક રહેઠાણના આવાસ મળે તે હેતુથી અમદાવાદ ખાતે કોમનપુલના આવાસોમાંથી ન્યાયાધિશો માટે કુલ 104 આવાસો ઈયરમાર્ક કરી હાઈકોર્ટને હસ્તક સોંપાયા છે.

Next Article