Gandhinagar: દેશમાં 100 ટકા પોકસો કેસમાંથી 39 ટકા કેસમાં જ દોષિતને સજા થાય છે

|

Jun 26, 2022 | 9:53 PM

ભારત સરકારના રાષ્ટ્રીય અધિકાર સંરક્ષણ આયોગ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ના પ્રમુખ પ્રિયંક કાનૂનગોએ દેશમાં 100 ટકા પોકસો કેસમાં 39 ટકા કેસમાં સજા થતી હોવાનું જણાવી તે રેશિયો ઓછો છે તેમ જણાવી અને ચિંતા વ્યક્ત કરી વધુ દોષિતને સજા થાય તે દિશામાં તેમનો પ્રયાસ હોવાનું જણાવ્યું.

Gandhinagar: દેશમાં 100 ટકા પોકસો કેસમાંથી 39 ટકા કેસમાં જ દોષિતને સજા થાય છે
Program organized by NCPCR

Follow us on

દેશમાં પોકસો (Pocso) ને લગતા કેસ વધી રહ્યા છે. તેમજ કેસમાં ઝડપી નિકાલ નથી આવી રહ્યો. આ ચિંતાને દૂર કરવા માટે આજે ગાંધીનગર (Gandhinagar)  ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે કાર્યક્રમની શરૂઆત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) એ કરી. હતી. ગાંધીનગર ખાતે પોકસો કેસને લઈને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) દ્વારા ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીમાં કાર્યક્રમનું યોજન કરાયુ. જે કાર્યક્રમની શરૂઆત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. જે કાર્યક્રમમાં વિવિધ રાજ્યના ફોરેન્સિક સાયન્સના તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા. અને પોકસો કેસને લઈને ફરિયાદીને મદદરૂપ કેવી રીતે બનવું અને કેસનો ઝડપી નિકાલ કેવી રીતે લાવી શકાય તે અંગે ચર્ચા કરાઈ. જે કાર્યક્રમમાં ભારત સરકારના રાષ્ટ્રીય અધિકાર સંરક્ષણ આયોગ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ના પ્રમુખ પ્રિયંક કાનૂનગોએ દેશમાં 100 ટકા પોકસો કેસમાં 39 ટકા કેસમાં સજા થતી હોવાનું જણાવી તે રેશિયો ઓછો છે તેમ જણાવી અને ચિંતા વ્યક્ત કરી વધુ દોષિતને સજા થાય તે દિશામાં તેમનો પ્રયાસ હોવાનું જણાવ્યું.

 POCSO કેસો હેઠળ દોષિત ઠરવાનો દર (ભારતમાં ગુનો 2020)

  1. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ — 39.6 ટકા
  2. કલમ 4 અને 6 POCSO એક્ટ ઓફ POCSO એક્ટ (કલમ 4 અને 6) r/w કલમ 376 IPC — 37.9 ટકા
  3. POCSO એક્ટની કલમ 8 અને 10 અથવા POCSO એક્ટ (કલમ 8 અને 10) r/w કલમ 354 IPC — 43.2 ટકા
  4. POCSO એક્ટની કલમ 12 અથવા POCSO એક્ટ (કલમ 12) r/w કલમ 509 IPC અર્થ — 15.9 ટકા
  5. આજનું રાશિફળ તારીખ : 02-05-2024
    હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
    કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
    ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
    હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
  6. POCSO એક્ટની કલમ 14 અને 15 — 39.8 ટકા
  7. POCSO એક્ટની કલમ 17 થી 22 —61. 6 ટકા

અને પ્રદેશમાં POCSO કેસોની સ્થિતિ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો ‘ક્રાઈમ ઈન ઈન્ડિયા 2020’ રિપોર્ટ દર્શાવે છે. વિવિધ પાસાઓ પર ગંભીર હસ્તક્ષેપ. NCRBના આંકડા અનુસાર 2020 દરમિયાન POCSO એક્ટ હેઠળ કુલ 47221 કેસ નોંધાયા હતા આ કેસોમાંથી સૌથી વધુ 1496 કેસ આસામમાંથી નોંધાયા હતા, ત્યાર બાદ મેઘાલય (328), મિઝોરમ (105), ત્રિપુરા (143), સિક્કિમ (98), મણિપુર (75)  અને અરુણાચલ પ્રદેશ (28) માં નોંધાયા. જે ચિંતાનો વિષય છે.

ત્યારે કાર્યક્રમમાં હાજર રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું. તેમજ તાજેતરમાં ગુજરાત રાજ્યમાં કેટલાક કેસ ગંભીરતાથી લઈ કોર્ટે ઝડપી ચુકાદો આપ્યો તેનો કાર્યક્રમમાં ઉલ્લેખ કરીને પોલીસ અને ન્યાય તંત્રનો આભાર માન્યો. સાથે જ લોકોને આવા કેસમાં વધુ જાગૃત બનવા અપીલ કરી. તેમજ આવા કેસ રોકવા માટે રે સરકારે ફિલ્મ અને પોસ્ટર મારફતે જે પ્રયાસ હાથ ધર્યો અને તેનાથી કેસ ઓછા થયા તે સિસ્ટમ અન્ય રાજ્યમાં પણ પ્રયાસ કરાય તેવી અપીલ પણ કરી.

ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ના ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી અને ન્યાયમૂર્તિ તેમજ અન્ય 8 રાજ્યના ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીના સભ્યો અને સભ્યો હાજર રહ્યા હતા. જે તમામેં આ પ્રયાસ ને આવકર્યો હતો. કેમ કે તે લોકોનું પણ માનવું છે કે આવા કેસમાં દોષિતને બક્ષવામાં ન આવે અને દોષિતને ઝડપી અને કડક સજા મળી રહે. જેથી આવા ગુણ બનતા અટકે અને નિર્દોષ બાળકી કે યુવતીઓએ આવી ઘટનાઓનો ભોગ બનવું ન પડે અને સમાજમાં બાળકી. યુવતી અને મહિલાઓને જોવાનો નજરીયો બદલાય અને લોકો તેમને માન આપતા થાય. જેથી આવી ઘટના પણ અંકુશ આવી શકે.

બાળકોના યૌન શોષણ પોકસો મામલે કડક કાર્યવાહી થઈ રહી છે

સરકાર તરીકે અમારી જવાબદારી હોય છે કે પરિવાર ને ન્યાય અપાવવો. અલગ અલગ રાજ્યોના કાયદા જાણી તેનો આપણા રાજ્યમાં અમલ કરીએ તેવું આયોજન કરી શકાય. ન્યાયધીશ અને અધિકારીઓની આ બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા થશે. બાળકોની સુરક્ષા સઘન કરવામાં આવી છે. બાળકો માટે ફાસ્ટ્રેટ કોર્ટને કારણે ઝડપી નિર્ણય લેવામાં આવ્યા છે. બાળકોના યૌન શોષણ પોકસો મામલે પણ કડક કાર્યવાહી થઈ રહી છે.

Published On - 3:10 pm, Sun, 26 June 22

Next Article