Gandhinagar : ફોરેન્સિક યુનિવર્સિટીને નેશનલ યુનિવર્સિટીનો દરજ્જો મળતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી

|

Jul 29, 2021 | 6:02 PM

ફોરેન્સિક યુનિવર્સિટીને નેશનલ યુનિવર્સિટીનો દરજ્જો મળતા એફએસયુને એફિલિએશન આપવામાં આવ્યું છે. ત્યારે આ યુનિવર્સિટીમાં અભ્યાસ અને તાલીમ માટે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

Gandhinagar : પાટનગર ખાતે બનેલી ફોરેન્સિક યુનિવર્સિટીને નેશનલ યુનિવર્સિટીનો દરજ્જો મળતા એફએસયુને એફિલિએશન આપવામાં આવ્યું છે. ત્યારે આ યુનિવર્સિટીમાં અભ્યાસ અને તાલીમ માટે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ એનએફએસયુ ખાતે અંદાજીત 1800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જેમાંથી 10 ટકા એટલે કે 180 જેટલા વિદ્યાર્થીઓ વિદેશના છે કે જેઓ ટેક્નોલોજીને લગતી તાલીમ તેમજ અભ્યાસ માટે એનએફએસયુ ખાતે આવ્યા છે. વિદેશના 180 વિદ્યાર્થીઓ પૈકી હાલ 40 જેટલા વિદ્યાર્થીઓ ઝીમ્બાબ્વેના છે. ઝીમ્બાબ્વે ખાતેથી આવેલા વિદ્યાર્થીઓ પોલીસ વિભાગ સાથે સંકળાયેલા છે. જોકે અગાઉ પણ રવાન્ડા તેમજ મોઝામ્બિક સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓ એનએફએસયુ ખાતે અભ્યાસ અને તાલીમ લઈ ચૂક્યા છે.

 

Published On - 5:52 pm, Thu, 29 July 21

Next Video