Gandhinagar: UPનાં વસ્તી નિયંત્રણ બિલ ડ્રાફ્ટ પર નીતિન પટેલનું નિવેદન, સરકાર ભવિષ્યમાં બિલ લાવવા વિચારણા કરી શકે છે

|

Jul 13, 2021 | 3:57 PM

રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે( Nitin patel) વસ્તી નિયંત્રણ બિલ પર વાત કરતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં જરૂર હશે તો આ અંગે બિલ લાવવા માટે પણ વિચારણા કરશે

Gandhinagar: ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા વસ્તી નિયંત્રણ બિલ(Population Control Bill) વચ્ચે ગુજરાત સરકાર(Gujarat Govt)નાં અધિકારીઓ પણ ડ્રાફ્ટનો અભ્યાસ કરી રહ્યા છે કે જેથી કરીને ભવિષ્યમાં જ્યારે જરૂર હશે ત્યારે બિલ લાવવાની વિચારણા કરવામાં આવશે. રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે( Nitin patel) વસ્તી નિયંત્રણ બિલ પર વાત કરતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં જરૂર હશે તો આ અંગે બિલ લાવવા માટે પણ વિચારણા કરશે. તેમણે એમ પણ જણાવ્યું કે UP ના ડ્રાફ્ટ પર હાલ માં ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અભ્યાસ કરી રહ્યા છે.

બિલ ના પાસાઓને લઈ માહિતિ મેળવવામાં આવી રહી છે. તમામ પાસા ચકાસી બિલ અંગે સરકારને બ્રિફ કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે રાજ્ય સરકારે પહેલાથી જ રાજકારણમાં ચૂંટણી માટે આ અંગે નિર્ણય લીધો છે અને વસ્તી નિયંત્રણ અંગે હેલ્થ વિભાગ દ્વારા પણ અલગ અલગ નિર્ણય સમય સાથે લેવાયા છે. છતા પણ ભવિષય માં જરૂર હશે તો આ અંગે બિલ લાવવા માટે પણ વિચારણા કરશે.

 

Next Video