GANDHINAGAR : 10 ઇંચથી ઓછા વરસાદ વાળા વિસ્તારમાં કીસાન સહાય યોજના અંતર્ગત લાભ આપવા કિસાન સંઘની માગ

|

Aug 27, 2021 | 7:46 PM

Mukhyamantri Kisan Sahay Yojana : રાજ્ય સરકારે ગત 2020 ના વર્ષમાં અમલમાં મૂકેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને ચાલુ વર્ષ 2021 માટે પણ મંજૂરી આપી છે.

GANDHINAGAR : વરસાદના ખેંચાવાના કારણે ખેડૂતોને ભારે નુકશાન પહોંચી રહ્યું છે જેને લઈ કિસાન સંધે ખેડૂતોને સહાય આપવા રાજ્ય સરકારને પત્ર લખ્યો છે.10 ઇંચ કરતા ઓછો વરસાદ હોય તેવા વિસ્તારમાં કીસાન સહાય યોજના અંતર્ગત લાભ આપવા માગ કરી છે. તો જે ડેમોમાં પીવાના પાણી સિવાયનો જથ્થો છે ત્યાં સમયપત્રક બનાવીને ખેતી માટે પાણી આપવા. તેમજ સંભવિત દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ઘાસચારાની વ્યવસ્થા કરવા સરકારને રજુઆત કરી છે.

રાજ્યના ખેડૂતોને ચોમાસામાં કુદરતી આપત્તિથી થતાં પાક નુકસાન સામે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે ગત 2020 ના વર્ષમાં અમલમાં મૂકેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને ચાલુ વર્ષ 2021 માટે પણ મંજૂરી આપી છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ નાના-મોટા, સિમાંત ખેડૂતોને આવરી લેવાયા છે. સરકારની આ યોજનો લાભ રાજ્યના અંદાજે 53 લાખથી વધુ ખેડૂતોને મળવાપાત્ર છે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાનની ટકાવારી 33 થી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂ.20,000 ની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. તેમજ ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂ. 25,000ની સહાય મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં આપવાની જોગવાઈ છે.

આ પણ વાંચો : બનાસકાંઠા, ખેડા અને ભાવનગરના ખેડૂતોને મળશે ઓપરેશન ગ્રીન સ્કીમનો લાભ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

આ પણ વાંચો : GANDHINAGAR : વિશ્વ હીન્દુ પરિષદની ધર્મસભા યોજાઈ, VHPના મહામંત્રી સુરેન્દ્ર જૈન હાજર રહ્યાં

Next Video