આજે રાજ્યમાં જુનિયર કલાર્કની પરીક્ષા પૂર્ણ થતા હસમુખ પટેલે પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે જુનિયર કલાર્ક પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે 30 એપ્રિલ કે આ મહિનાની અંતમાં જ તંત્ર દ્વારા તલાટીની પરીક્ષા લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના 17. 50 લાખ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. તલાટીની પરીક્ષા માટે હવે 5700 કેન્દ્રોની જરૂર પડશે.
જુનિયર કલાર્કની પરીક્ષા અંગે તેમણે જણાવ્યું હતું કે આ પરીક્ષા માટે ઉમેદવારોને દૂર દૂરના સ્થળે કેન્દ્ર મળ્યા હતા. આથી ઉમેદવારોની સાથે સાથે પરિવારજનોનો અને દીકરીઓ પણ એકલી પરીક્ષા ખંડ સુધી પહોંચી. આ પ્રક્રિયામાં જોડાયેલા તમામ લોકોનો હસમુખ પટેલે આભાર માન્યો હતો.
હસમુખ પટેલે TV9 સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો અને તંત્રએ સારૂ કામ કર્યું છે. TV9 સાથેની વાતચીતમાં હસમુખ પટેલે પરિણામની તારીખો અંગે સ્પષ્ટતા કરી હતી. જોકે જુનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે ભરતી બોર્ડના માથે તલાટીની પરીક્ષાને શાંતિથી પાર પાડવાનો પડકાર હોવાનું હસમુખ પટેલે જણાવ્યું હતું. તલાટીની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પરીક્ષા પૂર્ણ થતાં ભરતી બોર્ડ સાથે પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે હસમુખ પટેલ એક્શનમાં હતા અને તેઓએ આ રાતોના ઉજાગરા કરીને પરીક્ષા અભિયાન સફળ કર્યું તો પ્રશ્નપત્ર સરળ રહેતા પરીક્ષાર્થીઓ પણ ખુશ જણાયા. જોકે સમય ઓછો મળ્યો હોવાની ફરિયાદ સાંભળવા મળી.
અમદાવાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કર્યુ ટ્વીટ જૂનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા હસમુખ પટેલને સફળ આયોજન અંગે શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…