Gandhinagar: કારોબારીની બેઠકમાં સી.આર. પાટીલે કહ્યુ આ જીતના હીરો 73 લાખ સક્રિય સભ્ય છે તેમને કાયમ સાચવજો

|

Jan 02, 2023 | 5:13 PM

ભાજપને પ્રચંડ જીત મળી તેમ ભાજપ જયાં ઓછા અંતરથી હાર્યું તેવી 17 બેઠકો અંગે સી.આર. પાટીલે અફસોસ વ્યકત કર્યો હતો. તેમજ તેમણે કાર્યકરોને ટકોર કરી હતી કે જે જે બેઠક ઉપર આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું ત્યાં થોડી વધુ મહેનત કરી હોત તો આ પરિણામ બદલી શકાયું હોત .

Gandhinagar: કારોબારીની બેઠકમાં સી.આર. પાટીલે કહ્યુ આ જીતના હીરો 73 લાખ સક્રિય સભ્ય છે તેમને કાયમ સાચવજો
BJP KAROBARI

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની જેમ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ પ્રચંડ જીત મળશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં લોકસભામાં મહાજીતનું આહવાન કર્યું. ભાજપ અધ્યક્ષે જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ કાર્યકરોના પરિશ્રમને આપ્યો હતો તો ગુજરાતની જનતાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેનો વિશ્વાસ અકબંધ હોવાથી પણ મહાજીત મળી હોવાનું પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું. ભાજપને પ્રચંડ જીત મળી તેમ ભાજપ જયાં ઓછા અંતરથી હાર્યું તેવી 17 બેઠકો અંગે સી.આર. પાટીલે અફસોસ વ્યકત કર્યો હતો. તેમજ તેમણે કાર્યકરોને ટકોર કરી હતી કે જે જે બેઠક ઉપર આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું ત્યાં થોડી વધુ મહેનત કરી હોત તો આ પરિણામ બદલી શકાયું હોત . આ ઉપરાંત પણ તેમણે ચૂંટણી પરિણામોનું વિશદ વિશ્લેષ્ણ કર્યું હતું.

ગુજરાત પાસે મજબૂત  ડેટાબેંક

આ બેઠકમા પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ ની નેતાઓને ટકોર કરતા કહ્યું હતુું કે   હું હોઉં કે ના હોઉં, ડેટા બેંક નો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે  ગુજરાત ભાજપ પાસે સૌથી મજબૂત ડેટા બેંક છે. તેમણે ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ કરવા સૂચના આપી હતી.  તેમણે કહયું હતું કે  73 લાખ સક્રિય સભ્યો ના કારણે ભવ્ય જીત થઈ છે અને  તેમણે આ સક્રિય સભ્યોને કાયમ સાચવવા સૂચના પણ આપી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

વર્ષ 2024ની લોકસભાની ચૂંઠણી જીતવા આહ્વાહન

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આ જીત બાદ વધારે મહેનત કરવાની છે તેમ જણાવતા તેમણે કાર્યકરોને લોકસભાની ચૂંટણી જીતવા માટે પણ આહ્વાહન કર્યું હતું.   ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીમાં  રાજયમાં વિજય પરચમ  લહેરાવ્યા બાદ ભાજપે  લોકસભાની ચૂંટણી માટે કમર કસી છે અને  સંગઠનમાં ફેરફારની કવાયત હાથ ધરી છે.  ભાજપે સ્થાનિક સ્તરે  લોકસભા ચૂંટણી 2024ને લઈ મોટા ફેરફારની કવાયત હાથ ધરી છે. પ્રાથમિક અહેવાલો મુજબ  રાષ્ટ્રીય સંગઠન અને સરકારમાં કમૂર્હુતા બાદ મોટા ફેરફાર થશે. નોંધનીય છે કે  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે આથી ભાજપને લોકસભાની ચૂંટણી પહેલા નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે.

નવા અધ્યક્ષપદ માટે ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમરનું નામ આગળ

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમરનું નામ રેસમાં આગળ છે.  તો ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે છે. કેન્દ્ર સરકારમાં પણ 2024ને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર થવાની શક્યતા છે જેમાં ગુજરાતના કેટલાક પ્રધાનોને પડતાં મુકવામાં આવી શકે છે  તો ગુજરાતના કેટલાક નવા ચહેરાને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે.

Next Article