Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાઇપાવર કમિટીની બેઠક, રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે

|

Jul 13, 2022 | 4:46 PM

ગુજરાતમાં(Gujarat) છેલ્લા ચાર દિવસથી પડેલા ભારે વરસાદના પગલે રાજયના અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઇ છે. જેના પગલે આજે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠક મળશે.

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાઇપાવર કમિટીની બેઠક, રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે
Gujarat CM Bhupendra Patel
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં(Gujarat)  છેલ્લા ચાર દિવસથી પડેલા ભારે વરસાદના પગલે રાજયના અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઇ છે. જેના પગલે આજે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel)  અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠક મળશે. જેમાં વરસાદ બાદ રાહત બચાવ કામગીરી, કોરોનાના કેસ તથા સરકારના આગામી આયોજનો પર ચર્ચા થશે. જેમાં મુખ્યપ્રધાન સાથે સિનિયર પ્રધાનો તથા અધિકારીઓ હાજર રહેશે.

વિકટ સ્થિતિની સંપૂર્ણ વિગતો જિલ્લાના કલેક્ટરો પાસેથી મેળવી હતી

ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો ખૂબ જ પ્રભાવિત થયા છે.. ત્યારે રાજ્યના વરસાદથી પ્રભાવિત એવા પાંચ જિલ્લાઓની સ્થિતિનો સીએમએ તાગ મેળવ્યો છે.ગત રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદા, નવસારી અને છોટા ઉદેપુરનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.. જ્યારે આજે પણ ડેશબોર્ડના માધ્યમથી સ્થિતિ પર સીએમ નજર રાખી રહ્યા છે.. સીએમએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદને કારણે ઉભી થયેલી વિકટ સ્થિતિની સંપૂર્ણ વિગતો જિલ્લાના કલેક્ટરો પાસેથી મેળવી હતી.

આ દરમિયાન મુખ્ય પ્રધાને નીચાણવાળા વિસ્તારના અને કાચા મકાનો-ઝૂંપડાઓમાં રહેતા લોકોની મેળવી જાણકારી મેળવી છે. આ  સાથે જ આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી.. તો કોઝ-વે, નદી-નાળા અને ડેમની સ્થિતિની માહિતી મેળવી  છે. તેમજ તૂટેલા અને સમારકામ થઈ રહેલા માર્ગોની માહિતી લીધી.. જે લોકોને સ્થળાંતર કરી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમને યોગ્ય સુવિધાઓ આપવા સૂચના આપી છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો

જ્યારે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૩ જુલાઇ 2022ના રોજ સવારે 6 કલાક પુરા થતાં ૨૪ કલાક દરમિયાન વાગરા તાલુકામાં 233 મિ.મી., અંજારમાં 212 મિ.મી. મળી એમ બે તાલુકાઓમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભુજમાં 197 મિ.મી, વઘઈમાં 174 મિ.મી, ગાંધીધામમાં 171 મિ.મી, વાંસદામાં 165 મિ.મી, આહવામાં 160 મિ.મી, કરજણમાં 149મિ.મી મળી કુલ સાત તાલુકાઓમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે નખત્રાણામાં 141 મિ.મી, ડોલવાણમાં ૧૪૧ મિ.મી, વ્યારામાં 138 મિ.મી, સોનગઢમાં 136 મિ.મી, રાજકોટમાં, ધનસુરા, માંડવી (સુરત)માં 133 મિ.મી, ભરૂચમાં 126 મિ.મી, મહુવામાં 123 મિ.મી, સુબીરમાં 115 મિ.મી, ખેડબ્રહ્મામાં 114 મિ.મી, વાલોડમાં 113 મિ.મી, જોડિયામાં 112 મિ.મી, ઝઘડિયામાં, ઉમરપાડામાં 102 મિ.મી, પાદરામાં 101 મિ.મી, અંકલેશ્વરમાં 100 મિ.મી, આમ કુલ 25 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

Published On - 4:36 pm, Wed, 13 July 22

Next Article