Gandhinagar: રાજ્યના યુવાનો માટે મુખ્યમંત્રી આગામી 27 મી એપ્રિલે Youth 20 અંતર્ગત ગુજરાત સંવાદ કાર્યક્રમનો કરાવશે પ્રારંભ

|

Apr 20, 2023 | 9:26 PM

Gandhinagar: રાજ્યના યુવાનો માટે રાજ્યભરમાં Y-20 (Youth-20)નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યુ છે. જેનો શુભારંભ આગામી 27 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે. Y-20 ગુજરાત સંવાદ કાર્યક્રમનો અમદાવાદથી મુખ્યમંત્રી શુભારંભ કરાવશે.

Gandhinagar: રાજ્યના યુવાનો માટે મુખ્યમંત્રી આગામી 27 મી એપ્રિલે Youth 20 અંતર્ગત ગુજરાત સંવાદ કાર્યક્રમનો કરાવશે પ્રારંભ

Follow us on

ગુજરાતના યુવાઓ માટે રાજ્યભરમાં Y-20 (Youth 20)નું ભવ્ય આયોજન કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. 27મી એપ્રિલે અમદાવાદ શહેર ખાતેથી ‘Y-20 ગુજરાત સંવાદ’ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં સક્રિયતાથી ભાગ લેવા માટે આજે ગાંધીનગર ખાતેથી યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી દ્વારા એક ખાસ મોબાઇલ નંબર 8401400400 જાહેર કરવામાં આવ્યો છે, જેમા મિસ કોલ કરીને રજીસ્ટ્રેશન કરી શકાશે. તે ઉપરાંત ‘Y-20 ગુજરાત સંવાદ’ કાર્યક્રમના પોસ્ટરનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યુ છે.

યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો તથા દૂરંદેશી નેતૃત્વ થકી G-20નું પ્રતિનિધિત્વ ભારત કરી રહ્યું છે તે માત્ર ગુજરાત માટે જ નહિ, પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે.

તેમણે ઉમેર્યુ કે, G-20ને પરિણામે B-20, Y-20 સહિત વિવિધ ગ્રુપના મહત્વના વિષયોની ચર્ચા તથા આવનારા વર્ષોના બેસ્ટ વિઝન માટે બેઠકો યોજી તેના આયોજન માટે ગુજરાતમાં અનેક કાર્યક્રમો યોજવાના અવસર પ્રાપ્ત થયા છે. તેને કારણે જ મહત્વના વિષયો પર મહત્વપૂર્ણ નિર્ણય લેનાર મહાનુભાવો આજે ગુજરાતના મહેમાન બન્યા છે. G-20 થકી ગુજરાતના લોકો, ગુજરાતનો વિકાસ અને ગુજરાતની સંસ્કૃતિને જાણવાનો પણ આ મહાનુભાવોને અવસર પ્રાપ્ત થયો છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

મંત્રીએ વધુમાં કહ્યુ કે, ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની તથા માર્ગદર્શનમાં ગુજરાતના વધુને વધુ યુવાઓ Youth-20ના ગુજરાત સંવાદ કાર્યક્રમમાં જોડાય તે માટે આયોજનો કરવામાં આવ્યા છે. જેના થકી રાજ્યના યુવાનોને દેશ માટે જરૂરી મંતવ્યો આપી દેશના વિકાસમાં સહભાગી થવાનો મોકો મળશે. રાજ્યના પાંચ લાખથી વધુ યુવાનોને જોડવામાં આવશે.

રાજ્યના દરેક તાલુકા, નગરપાલિકા અને શહેરોના યુવાનો ભાગ લે અને છેવાડાના યુવા સુધી પહોંચી શકાય તે મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં 105 નગરપાલિકા, ૨૨૫ તાલુકા અને 8 મહાનગરપાલિકા મળી કૂલ 338 સ્થળોએ આ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે અને આ કાર્યક્રમો 45 દિવસ સુધી ચાલશે.

મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી મંદિર, સોમનાથ મંદિર, વિલ્સન હિલ, કચ્છનું સફેદ રણ, પોલો ફોરેસ્ટ, છોટાઉદેપુરના ડુંગર વિસ્તારો, દાંડી સત્યાગ્રહ સ્થળ, મોઢેરાનું સૂર્યમંદિર, જાંબુઘોડાના કુદરતી સૌંદર્ય વિસ્તારો જેવા ગુજરાતના વિવિધ લોકપ્રિય સ્થાનો પર વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઝોન મુજબ થશે જેમાં સૌપ્રથમ દક્ષિણ ઝોન અને ત્યારબાદ તબક્કાવાર મધ્ય ઝોન, ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો: Breaking News: સુરત AAPના વધુ 6 કોર્પોરેટર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા, AAPમાં ‘સારા કરતા મારા માણસ’નું મહત્વ હોવાનો પાર્ટી છોડનારા કોર્પોરેટરનો આક્ષેપ

Y-20 કાર્યક્રમના પોસ્ટર લોન્ચિંગ બાદ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુથ-20 ચેર પર્સન શ્રી અનમોલ સોવિત, ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના કન્વીનર કૌશલ દવે તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article