GANDHINAGAR : રાજ્યમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ, જાણો શું છે કોંગ્રેસની પ્રતિક્રિયા

|

Aug 02, 2021 | 1:47 PM

સરકાર આ પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી 1 થી 9 ઓગષ્ટ સુધી જનતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને કરી રહી છે, તો સામે વિપક્ષ સમાંતર નવ દિવસ વિરોશી કર્યક્રમો કરી સરકારનું નાક દબાવવાના પ્રયત્નો કરી રહ્યો છે.

GANDHINAGAR : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારનના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. સરકાર આ પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી 1 થી 9 ઓગષ્ટ સુધી જનતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને કરી રહી છે, તો સામે વિપક્ષ સમાંતર નવ દિવસ વિરોધી  કાર્યક્રમો કરી સરકારનું નાક દબાવવાના પ્રયત્નો કરી રહ્યો છે.

વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પુરા થવા પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્યની રૂપાણી સરકાર નિષ્ફળ નીવડી છે. સરકારનો તંત્ર પર કોઇ કાબૂ નથી, સરકારી તંત્ર આડેધડ નિર્ણયો કરે છે. રાજ્યમાં અધિકારીઓ બેફામ બન્યા છે. ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ રાઈ છે. નાગરિકોમાં રાજ્ય સરકાર વિરૂદ્ધ રોષ છે.

પરેશ ધાનાણીએ કહ્યું કે આરોગ્યની સુરક્ષા સૌથી મોટો સવાલ છે. કોરોનામાં સરકારની નિષ્ફળતા છતી થઇ છે.તંત્રના પાપે નાગરિકોએ હેરાન થવું પડ્યું છે. હોસ્પિટલોમાં મહેકમ મુજબ સ્ટાફની અછત છે, તો રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થયા. કરોના મહામારીમાં ગામડાથી માંડીને શહેર સુધી લોકો હેરાન થયા. ઓક્સિજન વગર અનેક લોકોના મૃત્યુ થયા. રાજ્યમાં શિક્ષણનું વેપારી અને ખાનગીકરણ થયું તો સત્તાના મદમાં શાસકો જવાબદારી ચૂક્યા છે.

આ પણ વાંચો : SABARKANTHA : 106 દિવસ બાદ 9 ઓગસ્ટથી ફરી શરૂ થશે હિંમતનગર-અમદાવાદ ડેમુ ટ્રેન

આ પણ વાંચો : GANDHINAGAR : આજે રાજ્યના પાટનગર ગાંધીનગરનો 57મો સ્થાપના દિવસ, ગાંધીનગર વસાહત મહાસંઘની બેઠક મળી

Published On - 1:32 pm, Mon, 2 August 21

Next Video