Gandhinagar : અપોલો હોસ્પિટલે 1,100 વિદ્યાર્થીઓ સાથે નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડે ની ઉજવણી કરી

|

Dec 29, 2022 | 7:33 PM

અપોલો હોસ્પિટલ્સે ગાંધીનગરમાં જનતકુમાર ભગુભાઇ પ્રાથમિક શાળાના 1,100 વિદ્યાર્થીઓ સાથે નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડે (રાષ્ટ્રીય બાળરોગ સર્જરી દિવસ)ની ઉજવણી કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેના ઇન્ટરેક્ટિવ સત્રમાં અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના પિડિયાટ્રિક સર્જન ડો. દિપ્તી પાઇ દવેએ જન્મજાત ખામી ધરાવતી બાળરોગ સર્જરીઓ વિશે વાત કરી હતી

Gandhinagar : અપોલો હોસ્પિટલે 1,100 વિદ્યાર્થીઓ સાથે નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડે ની ઉજવણી કરી
Apollo Hospital

Follow us on

અપોલો હોસ્પિટલ્સ ગાંધીનગરમાં જનતકુમાર ભગુભાઇ પ્રાથમિક શાળાના 1,100 વિદ્યાર્થીઓ સાથે નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડે (રાષ્ટ્રીય બાળરોગ સર્જરી દિવસ)ની ઉજવણી કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેના ઇન્ટરેક્ટિવ સત્રમાં અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના પિડિયાટ્રિક સર્જન ડો. દિપ્તી પાઇ દવેએ જન્મજાત ખામી ધરાવતી બાળરોગ સર્જરીઓ વિશે વાત કરી હતી. જન્મજાત વિસંગતતાઓ અથવા જન્મજાત ખામીઓ માળખાકીય અથવા કાર્યાત્મક ખામીઓ છે કે જે ગર્ભાવસ્થાના તબક્કામાં અથવા બાળકના જન્મ અથવા જીવનના આગળના તબક્કામાં થાય છે. જન્મજાત ખામીઓ લાંબાગાળે અક્ષમતામાં પરિણમે છે, જેનાથી વ્યક્તિ અને તેના પરિવારજનો પ્રભાવિત થાય છે. આ ખામીઓ સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ, રંગસૂત્ર વિકૃતિઓ, આનુવંશિક ખામીઓ અને પર્યાવરણીય ઘટકોને કારણે થઇ શકે છે.

આ પ્રસંગે વાત કરતાં ડો. દિપ્તી પાઇ દવેએ કહ્યું હતું કે, “ભારતમાં જન્મજાત ખામીઓનું પ્રમાણ 6-7 ટકા છે અને તેમાંથી મોટાભાગના કેસ ગ્રામિણ ભારતમાં જોવા મળે છે. નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય માતા-પિતા, શિક્ષકો અને તબીબી નિષ્ણાંતો વચ્ચે બાળરોગ અને નવજાત સર્જીકલ બિમારીઓ તથા બાળકની સર્જરી માટે શા માટે પિડિયાટ્રિક સર્જન સુરક્ષિત વિકલ્પ છે, તેના વિશે જાગૃતિ પેદા કરવાનો છે.”

અપોલો હોસ્પિટલ્સના સીઓઓ નીરજ લાલે કહ્યું હતું કે, “ભારતમાં પિડિયાટ્રિક સર્જનની ગંભીર અછત છે, જે સર્જરીની આવશ્યકતા ધરાવતા બાળકોની સંખ્યાને જોતાં મોટો અવરોધ છે.”

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

માર્ચ ઓફ ડાઇમ્સના અહેવાલ મૂજબ ભારતમાં દર વર્ષે 1.7 મિલિયન જન્મજાત ખામીઓ જોવા મળે છે. કેટલીક સામાન્ય વિસંગતતાઓમાં જન્મજાત હ્રદયરોગ, જન્મજાત બહેરાશ અને ન્યુરલ ટ્યુબ ખામીઓ સામેલ છે.આ કાર્યક્રમમાં ડો. દવે ક્વિઝ માસ્ટર બન્યાં હતાં અને તેમણે ધોરણ પાંચથી નવના વિદ્યાર્થીઓને માનવ શરીરરચના અને શરીરવિજ્ઞાન સંબંધિત રસપ્રદ પ્રશ્નો પૂછ્યાં હતાં. તેમણે વિદ્યાર્થીઓને તબીબી વ્યવસાયમાં જોડાઇને સમાજની સેવા કરવા પ્રેરણા આપી હતી

 

Next Article