Gandhinagar: રાજ્ય સરકાર અને દિપક કેમટેક લિમિટેડ વચ્ચે થયા 5000 કરોડના MOU

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર અમે દિપક કેમટેક લિમીટેડ વચ્ચે 5000 કરોડના MoU સંપન્ન થયા છે. પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારનું આ મહત્વપૂર્ણ પહેલ છે.

Gandhinagar: રાજ્ય સરકાર અને દિપક કેમટેક લિમિટેડ વચ્ચે થયા 5000 કરોડના MOU
| Edited By: | Updated on: May 23, 2023 | 10:29 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘આત્મનિર્ભર ભારત’ના મંત્રને અનુસરી રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટ ક્ષેત્રે ગુજરાતને સેલ્ફ રિલાયન્ટ બનવા માટે મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારે દિપક કેમટેક લિમિટેડ-DCTL સાથે રૂ. 5 હજાર કરોડના મૂડીરોકાણ માટેના MoU થયા. આ તકે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર અને DCTLના ડિરેક્ટર મેઘવ મહેતાએ આ MoUની આપ-લે કરી હતી. આ MoU અંતર્ગત દિપક કેમટેક લિમિટેડ દહેજ ખાતે કુલ રૂ. 5000 કરોડના મૂડીરોકાણથી સ્પેશિયાલિટી કેમિક્લ્સ, ફીનોલ/એસિટોન અને બાયસ્ફીનોલનું ઉત્પાદન કરવા માટેના ૩ પ્રોજેક્ટ સ્થાપશે, પરિણામે 1500 લોકોને રોજગારીના અવસર મળશે. આ પ્રોજેક્ટસ વર્ષ 2026-27 સુધીમાં કાર્યરત થશે તેમ કંપનીના ડિરેક્ટરે જણાવ્યું હતું.

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકારની ઉદ્યોગો માટેની પ્રોત્સાહક નીતિઓ અને તેના ફળસ્વરૂપે ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રમાં થઈ રહેલા મૂડી રોકાણની વિસ્તૃત વિગતો આપી હતી. આ પ્રસંગે DCTLની પેરેન્ટ કંપની દિપક નાઇટ્રેડ લિમિટેડના ચેરમેન દિપક મહેતાએ રાજ્ય સરકારે કોવિડ મહામારીના સમયગાળામાં ઉદ્યોગોને કરેલી મદદ અને પ્રોત્સાહન સહાયને ખાસ બિરદાવ્યાં હતાં.

મહેતાએ જણાવ્યું કે, પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીયરીનું વર્તમાન માર્કેટ 180 બિલિયન યુ.એસ. ડોલર છે જે થોડા વર્ષોમાં વધીને 650 બિલિયન યુ.એસ. ડોલર થઇ જશે. ગુજરાત આ ક્ષેત્રે 50% એટલે કે 300 બિલિયન ડોલરની કિંમતના પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટનું ઉત્પાદન કરવાની ક્ષમતાં કેળવી શકે છે. ઉપરાંત કેમિકલ્સ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ ક્ષેત્રે પણ સિદ્ધિ મેળવી શકાશે.

આ પણ વાંચો: Breaking News: રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો, 9 લાખ 38 હજાર કર્મચારીઓને થશે લાભ

આ પ્રસંગે મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર સંદિપ સાગલે સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો