Gandhinagar : ભારતે G-20નું પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી, સમગ્ર દેશમાં વિવિધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભારતની G-20 પ્રેસિડેન્સી એક ઐતિહાસિક બાબત પણ છે, કારણ કે તે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ઘટિત થઇ રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી G-20ની મહત્વપૂર્ણ બેઠકોનું સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી છે.
G20ના પ્રમુખપદ હેઠળ, ‘મહિલાની આગેવાની દ્વારા વિકાસ’ કેવી રીતે થાય, તે ભારતની પ્રાથમિકતા રહી છે. મહિલા 20 (W20) એન્ગેજમેન્ટ ગ્રુપનો ઉદ્દેશ્ય એક એવી દુનિયા બનાવવાનો છે જ્યાં દરેક મહિલા ગૌરવ સાથે જીવન જીવે અને અન્ય લોકોની સાથે તેના જીવનમાં પણ પરિવર્તન લાવે.
ભારતના G20 પ્રમુખપદ દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં ગુજરાતની સક્રિય ભાગીદારી રહી છે, જે વૈશ્વિક સહયોગ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વેપાર અને નાણાંથી લઈને પર્યાવરણ, પર્યટન અને શહેરી વિકાસ સુધી, વૈશ્વિક પડકારોનો સામનો કરવા અર્થપૂર્ણ ચર્ચાઓ અને સહયોગને પ્રોત્સાહન આપવામાં ગુજરાત મોખરે રહ્યું છે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 એમ્પાવર સમિટ 1થી 4 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને 2થી 4 ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પર G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ ‘વિમેન લેડ ડેવલપમેન્ટ : એન્સ્યોરીંગ અ સ્સટેનેબલ, ઇન્ક્લુઝીવ એન્ડ ઇક્વીટેબલ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ‘વિમેન-લેડ ઇન્ક્લુઝીવ ડેવલપમેન્ટ એઝ કસ્પ ઓફ ઇન્ટર-જનરેશનલ ટ્રાન્સફોર્મેશન’’છે.
વિશ્વભરમાંથી 600 થી વધુ પ્રતિનિધિઓ આ બેઠકોમાં સામેલ થશે. અમુક મહિલા મંત્રી, ભારત અને વિદેશના જાણીતા વક્તા, G20 એમ્પાવર ડેલીગેટ્સ અને વિવિધ વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિ આ બેઠકોમાં જોડાશે.
ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ એમ્પાવર સમિટ 31મી જુલાઈના રોજ G20 એમ્પાવરના અધ્યક્ષ ડૉ. સંગીતા રેડ્ડી, FICCI અને અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝેસ લિ.ના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, અને બોટ ઈન્ડિયા (TBC)ના સહ-સ્થાપક અને સીએમઓ, અમન ગુપ્તા સાથે ચર્ચાથી શરૂ થશે.
મુખ્ય કાર્યક્રમ પહેલી ઓગસ્ટના રોજ શરૂ થશે, જેમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ તેમજ લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઇરાની અને G20 શેરપા G20 એમ્પાવર ડિજીટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મ લૉન્ચ કરશે. ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ ઇન્દેવર પાંડે, G20 એમ્પાવરના અધ્યક્ષ ડૉ. સંગીતા રેડ્ડી; યુએન વુમનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, સિમા બાહૌસ તેમજ વિશ્વ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ, લક્ષ્મી શ્યામ સુંદર સહિતના વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ, પ્લેનરી સેશન યોજાશે જેમાં આદિત્ય બિરલા સેન્ટર ફોર કોમ્યુનિટી ઇનિશિયેટિવ્સ એન્ડ રૂરલ ડેવલપમેન્ટના અધ્યક્ષ તેમજ FICCI સીએસઆર અને કમ્યુનિટી ડેવલપમેન્ટ કમિટીના ચેરપર્સન, રાજશ્રી બિરલા, SIDBIના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, શિવસુબ્રમણ્યમ રામન તેમજ હિન્દુસ્તાન યુનિલીવરના ભૂતપૂર્વ સીઇઓ અને એમડી અને FICCIના ભૂતપૂર્વ અધ્યક્ષ, સંજીવ મહેતા સંબોધન કરશે.
આ સત્રોમાં વિશ્વભરની વિવિધ સંસ્થાઓના વિવિધ મહાનુભાવોની હાજરી જોવા મળશે, જેમાં યુએન વિમેન, SIDBI, FICCI, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, એચયુએલ, વોકાર્ડ હોસ્પિટલ્સ, ધ ફિમેલ ક્વોશન્ટ, બ્રિક્સ વિમેન બિઝનેસ અલાયન્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેયર્સ- ભારત સરકાર, આફ્રિકા કોન્ટિનેન્ટલ ફ્રી ટ્રેડ એરિયા સેક્રેટરિઆટ, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI),
સુમિતોમો મિતુસી ટ્રસ્ટ બેન્ક, સેપ લેબ્સ ઇન્ડિયા, ટીસીએસ, માઇક્રોસોફ્ટ ઇન્ડિયા, લિંકડીન ઇન્ડિયા, ન્યાકા ફેશન, ડા મિલાનો, સેફેડ્યુકેટ, ફિકી લેડીઝ ઓર્ગેનાઇઝેશન, બાયોટીક, ગ્રો સપ્લાયર ઝેડએ, બિઝનેસ ઇન ધ કમ્યુનિટી, ભારત હોટેલ્સ લિમિટેડ, કાઇનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ, અમેરિકામાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત, આઇસીઆઇસીઆઇ બેન્ક, સેલ્સફોર્સ ઇન્ડિયા, અપોલો હોસ્પિટલ્સ અને ટાઇમ્સ નેટવર્કનો સમાવેશ થાય છે. G20 એમ્પાવર વર્કિંગ ગ્રુપના તમામ અધ્યક્ષ અને સહ-અધ્યક્ષના સન્માન સમારોહ સાથે સમિટ સમાપ્ત થશે.
2 ઓગસ્ટના રોજ કોન્ફરન્સના પ્રથમ દિવસની શરૂઆત એક પ્રદર્શનથી થશે, જેનું ઉદ્ઘાટન મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ પાંચ મંત્રી સ્તરીય સત્રોમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સત્રો નીચેના વિષયો પર યોજવામાં આવશે.
3 ઓગસ્ટના બીજા દિવસે વહેલી સવારે માઇન્ડફુલનેસ ધ્યાન સત્ર યોજાશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વિષયો પર મંત્રી સ્તરની ચર્ચાઓ થશે; તેમાં વિમેન એન્ડ સ્પેસ, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણની શક્તિ, ક્લાઇમેટ રેઝીલ્યન્સ એક્શન-ઇમ્પેક્ટ ઓન વિમેન્સ હેલ્થ એન્ડ ફાર્મિંગ, વિમેન એન્ડ ગર્લ્સ એઝ ચેન્જમેકર્સ ઇન ક્લાઇમેટ રેઝીલ્યન્સ એક્શન, ગ્રાસરૂટમાં નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી અને મહિલા સાહસિકતા અને એન્ટરપ્રાઇઝ સહિતના વિષયોનો સમાવેશ થાય છે.
પ્રતિનિધિઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન પર નિર્માણ કરવામાં આવેલ દાંડી કુટીર મ્યુઝિયમની મુલાકાત લેશે. સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગુજરાતી વાનગીઓથી ભરપૂર રાત્રિ ભોજન દ્વારા તેમને ગુજરાતની સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવશે. મહેમાનોને ગિફ્ટ સિટીની મુલાકાતે પણ લઇ જવામાં આવશે તેમજ તેઓ અમદાવાદ હેરિટેજ વૉકમાં પણ સામેલ થશે.