GANDHINAGAR : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે ગાંધીનગરમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ બેલાબહેન ત્રિવેદીની સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થતા તેમના માનમાં એક વિદાય સમારંભનું આયોજન કર્યું હતું.
આ વિદાય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર. શાહ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ, કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અને કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ, એડવોકેટ જનરલ, કમલેશભાઈ, રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ કૈલાસનાથન અને રાજ્યના પૂર્વ ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને જસ્ટિસ બેલાબેન ત્રિવેદીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.
CM Shri @vijayrupanibjp bid warm farewell to Chief Justice Shri Vikram Nath and Justice Belaben Trivedi of Gujarat High Court on their elevation to the Supreme Court at a function graced by eminent dignitaries in Gandhinagar this evening. pic.twitter.com/61zr9M2fPd
— CMO Gujarat (@CMOGuj) August 29, 2021
ઇન્ચાર્જ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ વિનીત કોઠારીની નિમણૂંક
ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ મોસ્ટ જજ જસ્ટિસ વિનીત કોઠારીને ગુજરાત હાઇકોર્ટના ઇન્ચાર્જ ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શુક્રવારે કાયદા મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
નોટિફિકેશન મુજબ રાષ્ટ્રપતિએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળવા માટે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ જજ જસ્ટિસ કોઠારીની નિમણૂક કરવા માટે બંધારણની કલમ 223 નો ઉપયોગ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકેની ઉન્નતિને ધ્યાનમાં રાખીને આ નિમણૂક કરવામાં આવી છે. વિક્રમનાથ, બેલાબેહન ત્રિવેદી સહીત 9 નવા ન્યાયાધીશો મંગળવારે સુપ્રીમ કોર્ટમાં શપથ લેશે.
જસ્ટિસ વિનીત કોઠારી બે દિવસ માટે પ્રભારી ચીફ જસ્ટિસ તરીકેનો કાર્યભાર સંભાળશે.
નોટિફિકેશન મુજબ, ગુજરાત હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ રશ્મિન છાયા 2 સપ્ટેમ્બરથી મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળશે.જસ્ટિસ કોઠારીને આ વર્ષે 4 જાન્યુઆરીએ ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : DEVBHUMI DWARKA : દર વર્ષે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિર પર કોની ધજા ચડે છે ? જાણો અહીં
Published On - 4:49 pm, Mon, 30 August 21