LRD આંદોલનનો અંત, ગૃહમંત્રીએ 20 ટકા વેઇટિંગ લિસ્ટની માંગ સ્વીકારી

|

Apr 22, 2022 | 1:54 PM

ગૃહપ્રધાન હર્ષ સંઘવી LRD ઉમેદવારોની માંગ 20 ટકા LRD વેઇટિંગ લિસ્ટની માંગ સ્વિકારી લીધી છે. આ અંગે બે દિવસમાં સરકાર સત્તાવાર પરિપત્ર જાહેર કરશે. ગૃહમંત્રીએ માગણી સ્વીકારતાં LRD આંદોલનનો અંત આવ્યો છે.

LRD આંદોલનનો અંત, ગૃહમંત્રીએ 20 ટકા વેઇટિંગ લિસ્ટની માંગ સ્વીકારી
Ending the LRD movement the Home Minister accepted the demand for a 20 per cent waiting list

Follow us on

LRD આંદોલનનો અંત આવ્યો છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવી LRD ઉમેદવારોની માંગ 20 ટકા LRD વેઇટિંગ લિસ્ટની માંગ સ્વિકારી લીધી છે. આ અંગે બે દિવસમાં સરકાર સત્તાવાર પરિપત્ર જાહેર કરશે. ગૃહમંત્રીએ માગણી સ્વીકારતાં LRD આંદોલનનો અંત આવ્યો છે. આ બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે. રાજ્યના વિવિધ વિભાગોમાં પારદર્શિરીતે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાઇ રહી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રીએ યુવાઓ માટે વર્ષ 2018-19 ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો વધુ એક રોજગારી લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી લોકરક્ષ દળની ભરતીમાં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં 10 % ને બદલે હવે 20% પ્રતીક્ષાયાદી તૈયાર કરાશે.

તેમણે રાજ્ય સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણયની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પોલીસતંત્ર માટે કરોડરજ્જુ સમાન પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક દળ, જેલ સિંપાઇ સંવર્ગની આશરે 10,000 જગ્યાઓ પર ભરતી કરવા માટે સૌથી મોટો ભરતી કાર્યક્રમ હાથ ધર્યો હતો. વિશાળ પાયા પર હાથ ધરેલ પ્રક્રિયાના અંતે લાયક ઉમેદવારોને નિમણૂક આપી દેવાઇ છે. જેના કારણે દસ હજાર ઘરોમાં આશાનો સૂર્યોદય ઉગ્યો છે અને સરકારને લાખો કરોડોની સંખ્યામાં આશિર્વાદ મળ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે વિવિધ ભરતી પ્રક્રિયામાં પસંદગી યાદી બાદ 10% જગ્યાની વેઇટીંગ લીસ્ટ તૈયાર કરવામાં આવે છે. પરંતું કાયદો અને વ્યવસ્થાની મજબુત જાળવણી, ગુનાઓ બનતા અટકાવવા, નોંધાયેલા ગુનાની વૈજ્ઞાનિક અને આધુનિક સાધનોની મદદથી તપાસ કરવા માટે કૌશલ્યવાન પોલીસ દળ ઉપલબ્ધ થઇ રહે અને આશાસ્પદ યુવાનો યુવતીને રોજગારીની તક મળે માટે હવે 10 %ને બદલે 20%ની પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

તેમણે કહ્યું કે, આ મહત્વના નિર્ણયને પરિણામે જે ઉમેદવારો નોકરી માટે અરજી કરવાની મહતમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા હતા અને નોકરી મેળવવાની આશાને તિલાંજલિ આપી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડવાની તક મળશે.

સંઘવીએ વધુમાં જણાવેલ છે કે, વર્ષ 2018-19માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકના વિવિધ સંવર્ગોની કુલ-12198 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેનું અંતિમ પરીણામ વર્ષ 2020 માં પ્રસિધ્ધ થયેલ હતું, પરંતુ વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવેલ ન હતું. આ સંદર્ભે રાજ્ય સરકારની મળેલ વિવિધ રજુઆતો અન્વયે ઉમેદવારોની માંગણી અને લાગણીને ધ્યાને લઇ ઉમેદવારોના હિતમાં આ ભરતીમાં વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો રાજ્ય સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે.


આ પણ વાંચોઃ  Surat : 11 વર્ષથી કાગળ પર અટવાયેલો હતો કન્વેનશનલ બેરેજ પ્રોજેકટ, ખર્ચ 1 વર્ષમાં 500 થી વધીને 941 કરોડ થયો

આ પણ વાંચોઃ Gandhinagar: પેપર ચોરી થવાની ઘટના બાદ ધોરણ 7ના છેલ્લા બે પેપર માટેની પરીક્ષા રદ કરી દેવાઈ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 1:03 pm, Fri, 22 April 22

Next Article