
રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓની ખાલી જગ્યા પર આખરે કાયમી નિમણૂકો આપવામાં આવી છે. શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2 ના 57 અધિકારીઓને વર્ગ-1 માં પ્રમોશન આપી DEO-DPEO ની જવાબદારી સોંપાઈ છે. જ્યારે વર્ગ-1 ના 9 અધિકારીઓને નાયબ શિક્ષણ નિયામક તરીકે બઢતી આપવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો.
રાજ્યમાં DEO-DPEO 67 જગ્યાઓ પૈકી 40 ટકાથી વધુ જગ્યાઓ ચાર્જથી ચલાવવામાં આવતી હતી. જે જગ્યાઓ પર કાયમી નિમણૂંકો માટે ઘણા સમયથી માંગ થઈ રહી હતી.. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે સંચાલકોને સંમેલનમાં 2 મહિના પૂર્વે વચન આપ્યું હતું કે દિવાળી બાદ તમામ જગ્યાઓ કાયમી ભરવામાં આવશે.
એ વચન પાળતા આખરે ચાર્જથી ચાલતી જગ્યાઓ વર્ગ 2 ના કર્મચારીઓને પ્રમોશન આપી કાયમી ભરતી કરવામાં આવી છે. વર્ગ 2 ના 57 કર્મચારીઓને વર્ગ-1 નું પ્રમોશન આપી આપી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં DEO-DPEO પદ માટે નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા 9 અધિકારીઓને નાયબ શિક્ષણ નિયામક તરીકે બઢતી આપવામાં આવી છે.
વર્ગ-1ના અધિકારીઓને બદલી પર નજર કરવામાં આવે તો સાબરકાંઠા DPEO એચ એચ ચૌધરીને પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયમમાં તરીકે બઢતી આપવામાં આવી છે. અરવલ્લીના DEO એ એમ ચૌધરીની સમગ્ર શિક્ષા અભિયાન કચેરીમાં બદલી કરાઈ છે. દેવભૂમિ દ્વારકા ના DEO એસ જે ડુમરાળિયા અને મહેસાણાના DEO એકે મોઢ ની GCERTમાં તથા પોરબંદરના DPEO કેડી કણસાગરા ની ઉચ્ચ શિક્ષણ કમિશનર ખાતે બડતી સાથે બદલી કરાઈ છે.
સુરત DPEO ડી આર દરજીની ઉચ્ચ શિક્ષણ કચેરીમાં, વલસાડ DPEO બીડી બારીયા ની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ખાતે, ભરૂચ DEO કે એફ વસાવાની કમિશનર શાળાઓની કચેરી ખાતે બદલી કરાઈ છે. આ ઉપરાંત પરીક્ષા બોર્ડના સચિવ એમ જી વ્યાસની કમિશનર શાળાઓની કચેરી ખાતે બઢતી સાથે બદલી કરાઈ છે.