EDI અને NTPCએ ઉદ્યોગ સાહસિકતા દ્વારા મહિલા સશક્તિકરણ માટે મિલાવ્યો હાથ

|

Aug 12, 2023 | 10:38 PM

EDI અને NTPCએ મહિલા સશક્તિકરણ માટે હાથ મિલાવ્યાં. એમઓએ અંતર્ગત ઇડીઆઇઆઇ એનટીપીસી નોઇડાના આસપાસના વિસ્તારોમાં વંચિત મહિલાઓને નવી એન્ટરપ્રાઇઝની રચના કરવામાં સહયોગ કરશે.

EDI અને NTPCએ ઉદ્યોગ સાહસિકતા દ્વારા મહિલા સશક્તિકરણ માટે મિલાવ્યો હાથ

Follow us on

ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (EDII) ની માન્યતા ધરાવાત સેન્ટર ઓફ એક્સલન્સ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) એ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (EDII) ના સીએસઆર વિભાગ સાથે શુક્રવારે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (EDII) ઉપર હસ્તાક્ષર કર્યાં છે.

આ એમઓએ અંતર્ગત ઇડીઆઇઆઇ એનટીપીસી નોઇડાના આસપાસના વિસ્તારોમાં વંચિત મહિલાઓને નવી એન્ટરપ્રાઇઝની રચના કરવામાં સહયોગ કરશે. વધુમાં ઇડીઆઇઆઇ વંચિત મહિલાઓના લાભાર્થે કોલ્ડ કોમ્પ્રેસ્ડ ઓઇલ યુનિટની સ્થાપના પણ સુનિશ્ચિત કરશે. સહભાગી મહિલાઓને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન દ્વારા આ પહેલને મજબૂત કરાશે.

એનટીપીસીએ તેની સીએસઆર પહેલ અંતર્ગત મહિલાઓને સશક્ત કરવા તથા તેમને ઉદ્યોગસાહસિક અને આત્મનિર્ભર બનાવવાની પ્રવૃત્તિના ભાગરૂપે આ પહેલ કરી છે. સ્વ-સહાય જૂથની કુલ 30 મહિલાઓને એક વર્ષના સમયગાળામાં સ્વતંત્ર અને સશક્ત કરાશે.
એક્સેંચર, એચએસબીસી, ટાટા કમ્યુનિકેશન્સ, એમેઝોન ઇન્ડિયા, ફેસબુક, ઓએનજીસી, બેયર, એચસીએલ વગેરે જેવાં કોર્પોરેટ હાઉસની સીએસઆર પહેલો માટે ઇડીઆઇઆઇ મહિલા ઉદ્યોગસાહસિકતા અને સશક્તિકરણના ઘણાં પ્રોગ્રામ લાગુ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

આ પણ વાંચો : વર્ક ફ્રોમ હોમના નામ પર લોકો સાથે છેતરપિંડી, વોટ્સએપ પર જો આવો મેસેજ આવે તો રહો સાવધાન ! જુઓ Video

અત્યાર સુધીમાં સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ, આંત્રપ્રિન્યોરશીપ ક્ષમતા નિર્માણ પ્રોગ્રામ, ડોમેન અને સ્કિલ ટ્રેનિંગ, નેટવર્કિંગ અને માર્કેટિંગ એક્સપોઝર, માર્ગદર્શન અને સહયોગ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ દેશભરમાં 39,142 મહિલાઓ સુધી પહોંચી છે.

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:37 pm, Sat, 12 August 23

Next Article